શીખ વિરોધી રમખાણો કેસમાં ૩૪ વર્ષ બાદ મહત્વપૂર્ણ ચુકાદો

643

૧૯૮૪ના સીખ વિરોધ રમખાણોના મામલામાં કોર્ટે ૩૪ વર્ષના લાંબા ગાળા બાદ કોઇને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. મંગળવારે દિલ્હીની એક અદાલતે હત્યા અને દોષી ઠરાવવામાં આવેલા નરેશ સહરાવતને આજીવન કારાવાસની સજા કરી હતી જ્યારે યશપાલસિંહને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. ગયા સપ્તાહમાં કોર્ટે આ કેસ સંદર્ભે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાના ચુકાદો અનામત રાખ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહ મંત્રાલયને ૨૦૧૫માં ૧૯૮૪ની હિંસાથી જોડાયેલા કેસોની તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી ત્યારબાદ આ પ્રથમ સજાનો આદેશ કરવામાં આવ્યો છે. સજા પર દલીલો દરમિયાન અરજીદાર અને પીડિતાના વકીલેે દોષિતો માટે ફાંસીની સજાની માંગ કરી હતી જ્યારે બચાવપક્ષ તરફથી દયાની માંગ કરવામાં આવી હતી. કેન્દ્રના આદેશ પર રચના કરવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)એ ગયા સપ્તાહમાં એડિશનલ સેશન જજ અજય પાંડે સામે સજા પર દલીલો દરમિયાન દલીલ કરી હતી કે, દોષિતોનો ગુનો ગંભીર પ્રકૃતિનો છે જેને એક ષડયંત્ર રચીને અંજામ આપવામાં આવ્યો હતો. આજ કારણે હત્યાના ગુના માટે તેમને વધુમાં વધુ ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. બીજી બાજુ પીડિતાઓ તરફથી ઉપસ્થિત સિનિયર કાઉન્સિલ એચએસ ફુલ્કાએ પણ એસઆઈટીની માંગને સમર્થન આપ્યું હતું.

અને દલીલ કરી હતી કે, અદાલતના આદેશ પર માત્ર હિંસાગ્રસ્ત લોકોની જ નહી પરંતુ સમગ્ર દેશની નજર કેન્દ્રિત થઇ છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલો હરદેવસિંહના ભાઇ સંતોખસિંહ દાખલ કરાયો હતો. દિલ્હી પોલીસે સબૂતોના અભાવે ૧૯૯૪માં આ કેસ બંધ કરી દીધો હતો પરંતુ રમખાણોની તપાસ અર્થે રચવામાં આવેલી એસઆઈટીએ કેસને ફરી ખોલવી તપાસ હાથ ધરી હતી. દેશના પૂર્વ મુખ્યમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ કેટલાક શહેરોમાં રમખાણો ભડકી ઉઠ્યા હતા.

આ દરમિયાન સાઉથ દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં એક નવેમ્બર ૧૯૮૪ના દિવસે બે સીખ યુવકોની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. તે સમય રમખાણમાં ભોગ બનેલા સરદેવસિંહની ઉંમર ૨૪ વર્ષની હતી અને અવતારસિંહની ઉંમર ૨૬ વર્ષની હતી.  મંગળવારે આજ કેસમાં યશપાલસિંહ નએ નરેશને મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી. આ પૂર્વે અદાલત બંને આરોપીઓને આઈપીસીની કેટલીક કલમો અંતર્ગત દોષી ઠરાવવામાં આવ્યા હતા અને કોર્ટે સજાનો આદેશ કર્યા બાદ તરત જ દોષિતોને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૮૪માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશમાં સીખ વિરોધી હિંસા ભડકી ઉઠી હતી. ૧૯૮૪ના સીખ વિરોધી રમખાણોના કેસમાં ૩૪ વર્ષના લાંબા અંતરાલ બાદ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. આ સંદર્ભે ૨૦૧૫માં ગૃહમંત્રાલયે ૧૯૮૪ના રમખાણોથી જોડાયેલા અનેક કેસોમાં એસઆઈટીની રચના કરી હતી. એસઆઈટી દ્વારા તપાસ પૂર્ણ કર્યા બાદ દોષિતોને ફાંસીની સજા આપવાની જોરદાર માંગ કરી હતી અને કહ્યું હતું કે, આ એક મોટુ ષડયંત્ર હોવાની વાત કરી હતી.

Previous articleકાશ્મીર : ભીષણ અથડામણમાં વધુ ચાર આતંકવાદી મોતને ઘાટ
Next articleદિલ્હી સચિવાલયમાં કેજરીવાલ પર મરચા પાઉડર વડે હુમલો