ગલ્ફ ઓઇલની ટૂ-વ્હીલર બેટરી ગલ્ફ પ્રાઇડની નવી રેન્જ હાર્દિક પંડ્યાંએ પ્રસ્તુત કરી

738

ભારતમાં લ્યુબ્રિકન્ટ્‌સ ક્ષેત્રમાં ઝડપથી વિકસતી કંપનીઓમાંમાં સામેલ ગલ્ફ ઓઇલે એનાં બ્રાન્ડ એમ્બેસેડર અને પ્રસિદ્ધ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે આજે અમદાવાદમાં કંપનીની ટૂ-વ્હીલર બેટરી ગલ્ફ પ્રાઇડની નવી પાવરફૂલ રેન્જ પ્રસ્તુત કરી હતી. ગલ્ફ ઓઇલે બેટરીઓનાં વ્યવસાયનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરી છે.

ગલ્ફ પ્રાઇડ બેટરીઓની નવી રેન્જ પાવરફૂલ છે, જે રાઇડરને શ્રેષ્ઠ ક્રેન્કિંગ પાવર સાથે ઇન્સ્ટા સ્ટાર્ટનો લાભ આપે છે. ઉપભોક્તાઓ માટે ઉપયોગી અને શ્રેષ્ઠ આ બેટરી વાહનનાં માલિકને એમની સફર તરત જ શરૂ કરે છે એટલે ઇન્સ્ટા સ્ટાર્ટની સુવિધા આપે છે. ખાસ કરીને ભારતમાં એવી માન્યતા છે કે, સારાં કામની શરૂઆત સારી થાય છે.

ગલ્ફ ઓઇલનાં મેનેજિંગ ડાયરેક્ટર રવિ ચાવલાએ કહ્યું હતું કે, “ભારતમાં ટૂ વ્હીલરની માગ સતત વધી રહી છે, પરંતુ ગુણવત્તાયુક્ત બેટરીઓની માગ અને પુરવઠા વચ્ચે મોટો ફરક છે. આ બાબત અમને ગલ્ફ પ્રાઇડ બેટરીઓ લોંચ કરવા તરફ દોરી ગઈ છે. પ્રીમિયમ ગુણવત્તા ધરાવતી આ બેટરીઓ ઓછા મેઇન્ટેનન્સ અને વધારે ટકાઉક્ષમતા સાથે શ્રેષ્ઠ ક્રેન્કિંગ પાવરનો સમન્વય ધરાવે છે, જે રાઇડરને તેમનાં દિવસની ઇન્સ્ટા-સ્ટાર્ટ એટલે જબરદસ્ત અને ઉત્સાજનક શરૂઆત પ્રદાન કરે છે.”

ક્રિકેટનાં મેદાન પર શ્રેષ્ઠ અને જબરદસ્ત દેખાવ સાથે હાર્દિક પંડ્યા ગલ્ફ પ્રાઇડ બેટરીઓની ખાસિયતોનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરે છે. અમે એને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને ખુશ છીએ. અમને ખાતરી છે કે, ગલ્ફ પ્રાઇડ બેટરીઓનાં હાર્દિકને ચમકાવતાં કેમ્પેનનો મુખ્ય સંદેશ ‘સ્ટાર્ટ મસ્ત તો દિન જબરદસ્ત’ છે, જે અમારાં ગ્રાહકોને આ બેટરીઓ એમની જરૂરિયાતો ઉત્કૃષ્ટ રીતે પૂરી કરે છે એવું સારી રીતે સમજાવશે.”

ગલ્ફ ઓઇલ સાથે પોતાની પાર્ટનરશિપ વિશે પ્રસિદ્ધ ક્રિકેટર હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે, “હું ગલ્ફ પ્રાઇડ બેટરીનો બ્રાન્ડ એમ્બેસેડર બનીને ખુશ છે. ક્રિકેટમાં સફળતા મેળવવા માટે સારી શરૂઆત અને સતત સારાં દેખાવનો સમન્વય જરૂરી છે.

 

Previous articleછત્તિસગઢમાં બીજા તબક્કા માટે શાંતિપૂર્ણ ૭૦ ટકાથી વધુ મતદાન
Next articleરાજ્યમાં શિયાળાનો પ્રારંભ થતાં જુદા જુદા વિસ્તારોમાં હજારો યાયાવર પક્ષીઓનું આગમન