ગુજરાતના ગૃહ વિભાગે કર્યો ૬ IPS અને ૧૫ GYSPની બદલીનો આદેશ

994

રાજ્યના ગૃહ વિભાગે ૬ આઇ.પી.એસ. અધિકારીઓ અને ૧૫ જેટલા ડી.વાય.એસ.પી.ની બદલીના આદેશ કર્યા છે. જેમાં અમદાવાદના ઝોન-૭ના ડી.સી.પી. આર.જે.પારગીની પશ્ચિમ રેલ્વેમાં બદલી કરવામાં આવી છે, જ્યારે પશ્ચિમ રેલ્વેના કે એન. ડામોરને અમદાવાદના ઝોન-૭નો ચાર્જ આપવામાં આવ્યો છે. તેમજ બીપીન આહીરેની બદલી સુરત ઝોન-૩ ડિસીપીથી ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક બ્રાંચમાં અને વિધિ ચૌધરીની બદલી સુરત હેડક્વાર્ટરથી સુરત ઝોન-૩, ડીસીપી, એસ. વી. પરમારની બોટાદ એસ.પી.થી બદલી કરીને સુરત હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. તો બીજી તરફ હર્ષદ મહેતાની બદલી બોટાદ એસ.પી. તરીકે કરવામાં આવી છે.

આ બધાની સાથે ૧૫ ડીવાયએસપીની પણ બદલી કરવામાં આવી છે. આ બદલી અંતર્ગત સરકારના અને કેટલાક આઇપીએસ અધિકારીઓના ખાસ ગણાતા ડી.વાય.એસ.પી.ને અમદાવાદમાં પરત લાવવામાં આવ્યા છે. જેમાં ક્રાઈમબ્રાંચમાં પહેલા ફરજ બજાવી ચૂકેલા અને વિવાદમાં રહેલા જે.એમ. યાદવને છોટાઉદેપુરથી ફરી અમદાવાદમાં લાવીને કે. ડીવીઝન એ.સી.પી. તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. તેની સાથે સાથે અમદાવાદ પીસીબીમાં લાંબો સમય એ.સી.પી. તરીકેનો ચાર્જ સંભાળનાર એમ.કે.રાણાને એસ.સી. એસ.ટી.સેલ અમરેલીથી ફરી પાછા અમદાવાદ લાવીને એચ.ડીવીઝનનો ચાર્જ આપવામાં આવ્યો છે. આમ બદલી થયાના થોડા સમયમાં તેઓ પરત અમદાવાદ આવતા બદલીઓ સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે. આ બદલીઓમાં ડી.વાય.એસ.પી. ડી.જે. ચાવડાને ગીર-સોમનાથથી સુરત, બી સી ઠક્કરને સુરત શહેરથી સુરત ટ્રાફિક,પી.એ. ઝાલાને એચ ડીવીઝન અમદાવાદથી પશ્ચિમ ગુજરાત વીજ કંપની રાજકોટ, કે.કે. પંડ્યા જી.યુ.વી.એન.એલ. વડોદરાથી ઉત્તર ગુજરાત વીજકંપની મહેસાણા, ક્રિશ્ના બા ડાભી એસ.સી. એસ.ટી. સેલ રાજકોટથી માનવ અધિકાર આયોગ ગાંધીનગર,કે.બી. ચૂડાસમાને એ.સી.બી. જુનાગઢથી એ.સી.બી. અમદાવાદ,બી.એલ. દેસાઇને એ.સી.બી. અમદાવાદથી એ.સી.બી. જૂનાગઢ, એન.એસ. દેસાઇને એસ.સી. એસ.ટી. સેલ સુરતથી ઇ ડીવીઝન સુરત,પિનાકીન પરમારને ઇ ડીવીઝન સુરતથી એસ.સી. એસ.ટી. સેલ સુરત, વી.આર. ખેંગારને આઇ.બી. જૂનાગઢથી આઇ.બી. ગાંધીનગર, એ.એમ. પરમારને આઇ.બી. ગાંધીનગરથી આઇ.બી.ડીસા,કે.એસ. દેસાઇને એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ અમદાવાદથી આઇ.બી. ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.

Previous articleસ્ટેચ્યુ ઓફ યુનિટીની ૧૮ દિવસમાં બે લાખથી વધુ લોકોએ મુલાકાત કરી
Next articleરાજદ્રોહ કેસ : હાર્દિક સહિત ત્રણ લોકોની વિરૂદ્ધ ચાર્જફ્રેમ