ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ, રેકોર્ડ બ્રેક ૧૦ લાખ લોકોએ પરિક્રમા કરી

989

ગિરનાર લીલી પરિક્રમાં પૂર્ણ થઈ ગઈ છે. તમારી જાણકારી ખાતર જણાવી દઈએ કે, ગિરનારને કેન્દ્રમાં રાખીને ગિરનારની ફરતે કરવામાં આવતી પ્રદક્ષિણા એટલે લિલી પરિક્રમા. એવું માનવામાં આવે છે કે ગઢ ગરવાગિરનારમાં વસતા ૩૩ કરોડ દેવતાઓના તપનું પુણ્ય ગિરનારનીપરિક્રમા કરવાથી મળે છે. લીલી પરિક્રમામાં આઠ લાખ લોકો આવવાનું અનુમાન લગાવવામા આવી રહ્યું હતું. જોકે, આ વખતે ગિરનારની પરિક્રમા માટે દસ લાખ ભાવિકો ઉમટ્યા હતા. આમ આ વખતે એક નવો જ રેકોર્ડ નોંધાયો હતો.

હેમખેમ લીલી પરિક્રમા પૂર્ણ થતાં તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. લીલી પરિક્રમા દરમિયાન આ વખતે એકપણ ખરાબ બનાવ બન્યો નથી. તે ઉપરાંત તમને જણાવી દઈએ કે, આ વખતે ૧૯ નવેમ્બરે પરિક્રમાની શરૂઆત કરવામા આવી હતી જ્યારે આ પરિક્રમા ૨૩ નવેમ્બરે પૂર્ણ થતી હતી પરંતુ દર વર્ષ કરતાં આ વખતે ત્રણ દિવસ વહેલી પરિક્રમા પૂર્ણ થઈ હતી.

તેમને જણાવી દઈએ કે, લીલી પરિક્રમાની શરૂઆત ભવના તળેટીમાં આવેલ દુધેશ્વર મહાદેવના મંદિરીથી થાય છે. પરિક્રમાનો રસ્તો કુલ ૩૬ કિલોમીટર લાંબો છે. જે ગિરનારનાં ગાઢ જંગલોમાંથી પસાર થાય છે. જેમાં વચ્ચે સાગ, વાંસના જંગલો, વહેતા ઝરણાંઓ જોવા મળે છે. કુદરતની પ્રકૃતિની સુંદરતાનો અહેસાસ કરાવે છે. આ ૩૬ કિલોમીટરલાંબી પરિક્રમામાં ઘણાં મંદિરો આવે છે. રસ્તાઓમાં આવતા મંદિરો વિશે વાત કરીએ તો આમાં ઝીણા બાવાની મઢી, માળવેલા, સુરજકુંડ, સરખડીયા હનુમાન, બોરદેવી અને છેલ્લે ભવના ભગવાન બિરાજમાન છે.

Previous articleત્રણથી વધુ ઈ-મેમો થઈ જશે તો વાહન અંગેની એન્ટ્રી RTOમાં મોકલાશે
Next articleઅમિતાભ બચ્ચનને પ્રતિષ્ઠિત સયાજી રત્ન એવોર્ડ એનાયત