અમિતાભ બચ્ચનને પ્રતિષ્ઠિત સયાજી રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ે નારાયણ મૂર્તિ, રતન ટાટાને આ એવોર્ડથી નવાજ્યા હતા. બરોડા મેનેજ મેન્ટ એસોસિએશન દ્વારા એવોર્ડ વિતરણ કરવામાં આવશે.
નવલખી મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં એવોર્ડને સ્વિકાર્ય બાદ અમિતાભ બચ્ચને વડોદરાના લોકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ‘વડોદરાના લોકોએ મને જે પ્રેમ આપ્યો છે એનો હું ખુબ ખુબ આભાર. તમે મને આવી રીતે આમંત્રિત કરતા રહો અને હું આવી રીતે તમારી સમક્ષ આવતો રહીશ. મને સન્માનિત કરવા માટે ખુબ ખુબ જ આભાર. આ એવોર્ડને રતન તાતા જેવા મહાન લોકોના નામ’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું આ લાયક નહીં પરંતુ જીવનમાં એવા લોકો આવ્યા જેનાથી હું પ્રેરિત થયો રહ્યો ખાસ કરીને મારા માતા પિતા. એવા લોકોથી હું પ્રભાવિત થઇને મેં મારું જીવન આગળ વધાર્યું હતું. ભારત છોડો આંદોલન સમયની વાતને પણ અમિતાભ બચ્ચને વર્ણન કર્યું હતું. પિતાજી સાથે સમય વિતાવવો એ જ એક રીતે શિક્ષણ હતું. પિતાજીનું લેખન વાંચીને મને ગણું શિખવા મળ્યું હતું.