બોટાદ પ્રાથમિક શાળા નં. ૧૩માં તમાકુ મુકત કાર્યક્રમનું આયોજન

743

બોટાદમા સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા નં-૧૩ માં  તમાકુ મુકત શાળા બને તે માટે કાર્યક્રમનું આયૉજન કરવામાં આવ્યુ હતું.

શાળા તમાકુ મુકત બને અને તમાકુના વ્યસનથી લોકજાગૃતિ આવે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.ઓ.માઢક અને ઇ.એમ.ઓ.ડૉ. ચૌહાણના માર્ગદર્શનથી આજરોજ બોટાદમા ચકલાગેટ વિસ્તારમાં આવેલ સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા નં-૧૩ માં તમાકુ મુકત શાળા બને તેં માટેની પ્રવૃતિ કરવામાં આવી હતી. જેમા બાળકો સાથે તમાકુ વિશેની ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત-ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લા આઈ.ઇ.સી.અધિકારી એમ.કે. મૂંધવા,શાળાના આચાર્ય ભાવેશભાઈ જેટાણીયા,શિક્ષક અજયભાઇ, ગીરીષભાઈ, ઝવેંરભાઇ, રત્નાભાઈ, રાકેશભાઇ, ભાવેશભાઈ અને સંજયભાઈ દ્રારા કામગીરી કરવામાં આવેલ હતી.

Previous articleશિશુવિહારમાં વૃધ્ધજન સન્માન સમારોહ
Next articleનવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ટુર્નામેન્ટ યોજાઈ