વિકટોરીયામાં સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિનો પરિચય મેળવતા પ્રા.શાળાના શિક્ષકો

652

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં શિસ્ત-સેવા સાહસ અને ચારિત્ર ઘડતરના ગુણ ખીલવતી સ્કાઉટીંગ પ્રવૃત્તિ શરૂ કરવા  જઈ રહ્યા છે. ત્યારે શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકો પ્રવૃત્તિથી પરિચિત થાય. વર્ગખંડની બહાર લઈ જઈને બાળકોને કુદરતનો સ્પર્શ કરાવે તેવા આશયથી વિકટોરીયા પાર્ક ખાતે પ્રવૃતતિ અને પર્યાવરણ પરિચય શિબીરનું આયોજન કરવામાં આવેલ. સવારે શિબીરની શરૂઆતમાં શાસનાધીકારી જીજ્ઞેશભાઈ ત્રિવેદી દ્વારા  સૌને આવકારવામાં આવેલ અને શાળામાં પ્રવૃત્તિ શરૂ કરવા બદલ શુભેચ્છા પાઠવેલા ત્યાર બાદ ડો. મહેન્દ્રસિંહ સરવૈયા આર્યુવેદીક મેડીકલ ઓફીસર-દિહોર દ્વારા વૃક્ષો, વનસ્પતિનું આપણા જીવનમાં આર્યુવેદીક મહત્વ વિશે સમજ આપી અને ઔષધીય વૃક્ષો અને વનસ્પતિનો પરિચય કરાવ્યો જયારે પ્રવિણભાઈ સરવૈયા, પક્ષિવીદ શિક્ષક ફરીયાદકા દ્વારા વિકટોરીયા પાર્કમાં રહેતા અને આવતા વિવિધ પક્ષીઓનો પરિચય અને તેની વિશેષતા વિશે વાત કરી શાળા કક્ષાએ બાળકોને પ્રાથમિક કક્ષાએ કરાવવાની સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિ અંગે જીલ્લા મંત્રી અજયભાઈ  ભટ્ટ દ્વારા વાત કરવામાં આવી.

Previous articleનવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ટુર્નામેન્ટ યોજાઈ
Next articleતાલીમાર્થી ૬૦ બહેનોને સ્ટાઈપેન્ડ વિતરણ કરાયું