તાલીમાર્થી ૬૦ બહેનોને સ્ટાઈપેન્ડ વિતરણ કરાયું

727

સરદાર યુવા મંડળ- ભાવનગર આયોજીત અને ગુજરાત માટી કામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજીન સંસ્થા – ગાંધીનગરના સહયોગથી શહેરના પાનવાડી વડવા ખાતે તાજેતરમાં બે તાલીમ વર્ગો બહેનો માટેના યોજાયા હતં. તાલીમ વર્ગોની ૬૦ બહેનોને સ્ટાઈપેન્ડ અને પ્રમાણપત્રો વિતરણ કાર્યક્રમ પાનવાડી ખાતે યોજાયો જેમાં આ વિસ્તારના નગરસેવકો ભારતીબેન બારૈયા, રાજુભાઈ રાબડીયા, રૂતુદેવી ગોહિલ તથા રામદેવસિંહ ગોહિલ ઉપસ્થિત રહેલ અને સમગ્ર કાર્યક્રમ સરદાર યુવા મંડળ દ્વારા યોજાયો હતો. મંડળના પ્રમુખ ભરત મોણપરાએ જહેમત ઉઠાવી હતી.

Previous articleવિકટોરીયામાં સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિનો પરિચય મેળવતા પ્રા.શાળાના શિક્ષકો
Next articleઢસા જંકશન મોગલધામ ખાતે તુલસી વિવાહનું આયોજન થયું