કારતક સુદ અગિયારસે તુલસી અને દેવ અગિયારસ છે ત્યારે સૌરાષ્ટ્રનાં ગામોગામ પવિત્ર તુલસી અને શાલીગ્રામનો રંગેચંગે લગ્ન ઉત્સવ ઉજવવામાં આવી રહો છે.વિવિધ રીતે ભગવાનની જાન સામૈયા સેરા જેવાં માંગલિક પ્રસંગો આયોજન કરવામાં આવી રહુંછે ત્યારે ઢસા જંકશન ખાતે આઇ મોંગલ ધામ પરીવાર સાથે ડેર પરીવાર તરફ થી તુલસી વિવાહનુ આયોજન શાર્ક માકેટ ખાતે આવેલ મોંગલ ધામ ખાતે ભવ્યાતિભવ્ય રીતે કરાયું હતું.ે
ઢસા શહેર ગોકુળ મથુરા વુદાવનમા ફેરવાયું હતું આ સાથે જ સંજય ગાંધી સોસાયટી રહેતાં પુજાભાઈ ડેર, જીતુભાઇ ડેર.બાવકુભાઇ ડેર.વિક્રમભાઇ ડેર. હર્ષદભાઇ ડેર, નિલેશભાઇ ડેરના ઘેરથી ડી.જે ની સાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ભાવભેર જોડાયાં હતાં. તુલસી વિવાહ મોંગલ ધામ પરીવાર જેમાં નરેશભાઈ ધનજીભાઈ પરમાર સાથે ધારેશભાઇ વિનોદરાય દવે તથા આઇ શ્રી મોંગલ ધામ પરીવાર તરફથી આયોજન કરવામાં આવ્યું હતું ..
આ તુલસી વિવાહ માં રાસ ગરબા ગણેશ સ્થાપના મંડપ મુર્હત મામેરૂ ફુલેકું તેમજ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું હતું.આ સાથે જ ઠાકોરજી ની જાન સજી-ધજીને પરણવા આવતાં આકર્ષક કેન્દ્ર બની હતી. બીજી તરફ નારાયણ નગર ખાતે રહેતા ગોસ્વામી પરીવાર ની દીકરી ના લગ્ન મોંગલ ધામ પરીવાર તરફથી કરવામાં આવ્યાં હતાં જેમાં કરિયાવર ની તમામ ચીઝવસ્તુઓ આપવામાં આવી હતી.