દામનગર નવદુર્ગા મહિલા મંડળ ૧૧૧ પ્લોટ વિસ્તાર આયોજિત તુલસી વિવાહનો ભવ્ય લગ્નોત્સવ ઉજવાયો દામનગર શહેરના રામજી મંદિર ખાતેથી શાલીગ્રામ ભગવાનની જાન વાજતે ગાજતે પ્રસ્થાન થઇ શહેરના સરદાર ચોક મુખ્ય માર્ગો પર ભાવિક જાનેયાઓના નાચ ગાન અને હર્ષ ઉલ્લાસ સાથે નવદૃર્ગા મંદિર પહોંચી. શહેરના રામજીમંદિરથી ૪-૦૦ કલાકે પ્રસ્થાન થઈ ૧૧૧પ્લોટ નવદુર્ગા મંદિર પધારતા ભગવાનની જાનનું સામૈયા કરી સુંદર સ્વાગત કરાયું ભગવાનો લગ્નોત્સવ સાંજે ૫-૩૦કલાકે જાન આગમન, હસ્ત મેળાપ, લગ્ન ગીતો ફટાણાની રમઝટ બોલાવતી મહિલા મંડળની બહેનો દ્વારા ભગવાનનો લગ્નોત્સવ ભવ્ય રીતે ઉજવાયો ધાર્મિક સામાજિક અનેકો અગ્રણીઓ ભગવાની જાનમાં જાનેંયા બની આવ્યા ખૂબ ઉત્સાહથી ભગવાનોનો ભવ્ય લગ્નોત્સવ ઉજવાયો હતો.