નીચા કોટડા ગામે વિશાળ જગ્યામાં સમસ્ત મધુવન પાખી ચૌહાણ પરિવાર દંવારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરની જગ્યામાં અનેક ધાર્મિક કાર્યક્રમ સંપીને ઉજવવામાં આવે છે. પરિવારના તમામ વડિલો, યુવાનો, અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય પક્ષોના નેતાઓ, આગેવાનો પણ દરેક કામ ખંભે ખંભા મીલાવીને કરતા જોવા મળ્યા હતાં.
હિન્દુ સંસ્કૃતિ મુજબ પ્રથમ અગિયારસના દિવસે તુલસી માતા અને ઠાકોર ભગવાનના લગન થયા પછી તમામ સમાજમાં લગ્ન થાય તેવી લોક વાયકા છે. ત્યારે સમસ્ત મધુવન પાખી ચૌહાણ પરિવાર દ્વારા ચામુડા માતાજીના મંદિરે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાત્રીના રામજી મંદિરેથી ઠાકોર ભગવાનની જાન વાજત-ગાજતે આવી હતી. ચૌહાણ પરિવારની કર્મચારી અને અધિકારી બેનો અને ભાઈઓએ સામૈયા કર્યા હતાં.
મહુવાના ડો. છગનભાઈ ચૌહાણ દ્વારા તુલસી માતાનું કન્યાદાન કરેલ બેનો દ્વારા સુંદર લગ્નગીત અને ફટાણા ગવાયા હતાં. હસ્તમેળાપ જૈવતલ્યા અને શસ્ત્રોકત વિધિથી ઉજવણી કરવામાં આવી હતી.