શાળા નં.૫૨નો વિદ્યાર્થી નેશનલ યોગાસન ચેમ્પીયનશીપમાં રાજયનું પ્રતિનિધિત્વ કરશે

1320

કુંભારવાડા પછાત વિસ્તાર ના અક્ષરપાર્ક માં આવેલ ઝાંસીની રાણી  લક્ષ્મીબાઈ પ્રા.શાળા નં .૫૨ નો વિદ્યાર્થી મી.યોગી. મકવાણા હિતેન ઇન્ડિયન ફેડરેશન ઓફ યોગ અને કલ્ચર દ્વારા લીમડી શહેરના જાખણ ગામે આવેલા લાઈફ મિશન રાજરાજેશ્વર ધામ ખાતે ભારતમાં સૌપ્રથમ વખત મોટા પાયે રમાનાર નેશનલ યોગાસન સ્પોટ્‌ર્સ ચેમ્પિયનશીપ તા.૨૩ થી ૨૫ નવેમ્બર માં ગુજરાત નું પ્રતિનિધિ કરનાર હોય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-ભાવનગર ના ચેરમેન નિલેશભાઈ રાવલ,ડે.ચેરમેન  મહેન્દ્રસિંહ ગોહિલ શાસનાધિકારી જીજ્ઞેશભાઈ ત્રિવેદી, પ્રભારી કમલેશભાઈ ઉલ્વા, મુ.શિક્ષક્‌ ઝુબેરભાઈ કાઝી તથા તમામ શાળા પરિવારે શુભેચ્છા પાઠવેલ છે.

Previous articleનીચા કોટડા ચામુંડા માતાના મંદિરે ચૌહાણ પરિવાર દ્વારા તુલસી વિવાહ
Next articleગુરૂનાનક દેવની શુક્રવારે પ૪૯મી જન્મજયતિની કરાશે ઉજવણી