ગુરૂ નાનક દેવ સાહેબના પ૪૯મો જન્મ જયંતિ (પ્રકાશ ઉત્સવ) તા. ર૩-૧૧-ર૦૧૮ શુક્રવારના આવી રહેલ છે. ગુરૂ નાનક દેવ સાહેબનો જન્મ બાબા કાલુરાય માતા તૃપ્તાને ત્યાં બેન નાનકી પછી ૧૪૬૯માં નાનકણા સાહેબ (પાકિસ્તાન)માં થયો. પુરા વિશ્વમાં ગુરૂ નાનક દેવ સાહેરનો જન્મ જયંતિ દરેક ગુરૂદ્વારાઓમાં ભવ્ય રીતે ઉજવાઈ રહેલ છે.
શહેરમાં ગુરૂ નાનક ન્યુ) ગુરૂદ્વારા રસાલા કેમ્પ માધવ દર્શન પાછળ ભવ્ય પ્રોગ્રામોના આયોજન કરવામાં આવેલ છે. તા. ર૧-૧૧ સવારે પ-૩૦ કલાકે ગુરૂ ગ્રંથ સાહેબના અખંડ પાઠ સાહેબ તા. ર૩-૧૧ સવારે પ-૩૦ કલાકે ભોગ સાહેબ, બપોરે ૧ કલાકે ખુલો લંગર પ્રસાદ વિતરણ રાત્રે ૧-ર૦ કલાકે ગુરૂજીના ઝન્મ સાયે સાધારણ પાઠના ભોગ સાહેબ, કથા કીર્તન પ્રસાદ વ્તરણના ભવ્ય પ્રોગ્રામોના આયોજન કરવામાં આવેલ છે. તા. ર૩-૧૧ સવારે ૪ કલાકે પ્રભાતફેરી ગુરૂ નાનકનગર રસાલા કેમ્પમાં કાઢવામાં આવશે. ત્રણ દિવસે વહેલી સવાર ૩ થી ૯ આશાદીવાર કથા કીર્તન સાંજે ૪ થી ૧૧ કલાકે સુખમની સાહેબ રહેરાસ સાહેબ આરતી સાહેબ તથા કીર્તન અરદાસ (પ્રાર્થના) મુલ મંત્ર ગુરૂ મંત્ર વિ, પ્રોગ્રામોના આયોજન કરવામાં આવેલ છે.
આનંદનગર સિન્ધુનગર, ગાયત્રીનગર, સંત કંવરરામ ચોક, નારી ચોકડી સાથે ધોળા, સિહોર, પાલિતાણાના ગુરૂદ્વારોમાં પણ ભવ્ય પ્રોગ્રામોના આયોજન કરવામાં આવેલ છે.