ભાજપ દ્વારા પોતાના ૧૦૬ ધારાસભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘણા નવા ચહેરાઓ છે તો મોટા ભાગે રિપીટ થીયરી અપનાવાઈ છે ત્યાં ઘણા દાવેદારો અને દાવેદારોના સમર્થકોમાં નારાજગી જોવા મળી છે.
કમલમ ખાતે મોટી સંખ્યામાં નારાજ વર્ગ આવી રહ્યો છે જેમાં ભાજપના સાંસદ લીલાધર વાગેલાએ પોતાના પુત્ર માટે ટિકિટની માગ કરતાં એવી ચિમકી પણ આપી છે કે જો મારા પુત્રને ટિકિટ નહીં અપાય તો હું રાજીનામુ આપી દઈશ.
બીજી તરફ અમદાવાદના નિકોલમાંથી જગ્દીશ પંચાલને ટિકિટ અપાતા નારાજગી વ્યક્ત કરવા ટોળા ક્મલમ પહોંચ્યા છે સાથે જ નિર્મલા વાઘવાણી જે સીટીંગ ધારાસભ્ય હતા તેમની ટિકિટ કપાતા પણ સમર્થકો નારાજ છે. ઉપરાંત વડોદરામાં દિનુ મામાને ટિકિટ અપાતા પણ ઘણાના રાજીનામા પડ્યા છે. બીજી તરફ આઈ કે જાડેજાની બાદબાકીથી રોષે ભરાયેલા ટોળા કમલમમાં પહોંચી ગયા છે.
જોકે વાત એવી પણ મળી રહી છે કે આગામી બાકી ઉમેદવારોમાં આઈ કે જાડેજાનો સમાવેશ કરવામાં આવી શકે છે. આઈ કે જાડેજાને માંડવીથી ટિકિટ અપાય શક્યતાઓ ચાલી રહી છે. સાથે જ ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ટિકિટ આપવા મુદ્દે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.