ગુજરાત સાધુ સમાજના નેજા નીચે બોટાદ- ભાવનગર જિલ્લાનું મહા સંમેલન અને સ્નેહમિલન ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલ ટીમાણીયા હનુમાનજી આશ્રમમાં મહંત હજુરદાસબાપુના અધ્યક્ષસ્થાને યોજાયું. જેમાં બન્ને જીલ્લાના તમામ સાધુ સંતોની વિશાળ પ્રમાણમાં સુચક હાજરી હતી. સમાજનું સંગઠન મજબુત બનાવવા અને સામાજના ઉત્થાનને લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરવામાં આવી અને જરૂર પડે સંગઠનના માધ્યમથી સરકારમાં રજુઆત નક્કી કરવામાં આવેલ.
સાધુ સમાજનો સાથ સાધુ સમાજનો વિકાસ એવું સુત્ર ધારણ કરી સમાજનું સંગઠન મજબુત બનાવવામાં આવેલ. સમાજના આગેવાનોને તેમના વકતવ્યમાં હાલક કરી. આ ઉપરાંત વડાપ્રધાન સુરક્ષા વીમા યોજનાના ફોમનું વિતરણ કરવામાં આવ્યું. અને બન્ને જીલ્લાના તમામ સાધુ સમાજનું વીમા પ્રીમીયમ ૧૦૦૮ મહંત શંભુનાથજી મહારાજ તથા અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌત્તમભાઈ ગેડીયા દ્વારા ભરવામાં આવશે. (એક વર્ષ માટે) એવી જાહેરાત કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગુજરાત સાધુ સમાજના પ્રમુખ લલીતભાઈ આચાર્ય, જદુરામભાઈ સાુધ, શામળદાસબાપુ, નાનકદાસ બાપુ તથા સહદેવભાઈ અને કાનદાસબાપુ તથા સુરેશબાપુ તથા જદુરામબાપુ, ધનદાસબાપુ, કેશુબાપુ તથા ધરમદાસબાપુ તથા તેમની ટીમ અને સમાજના અગ્રણી રતીલાલ બાપુ, બન્ને જીલ્લા ખજાનચી અમૃતભાઈ અને બન્ને થજિલ્લાના સાધુ સમાજ વિશાળ સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ.