આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની માહીતી મેળવતા હતા દરમ્યાન સ્ટાફના હિતેષભાઇ મેર તથા શરદભાઇ ભટ્ટ ને સંયુકતમાં મળેલ બાતમી આધારે જુનાગઢ જીલ્લાના ભવનાથ પો.સ્ટે. ગુન્હાના કામે નાસતો ફરતા આરોપી અમીત ઉર્ફે કાનો રમેશભાઇ મકવાણા ઉ.વ.૨૩ , અંકિતભાઇ સતીષભાઇ પરમાર ઉ.વ.૧૯, આકાશભાઇ મહેશભાઇ વાઘેલા ઉ.વ.૨૧, રાહુલ ઉર્ફે ભેચર ભરતભાઇ પરમાર ઉ.વ.૧૯ રહેવાસી તમામ આનંદનગર, ૫૦ વારીયા ભાવનગર વાળાઓને આનંદનગર વિમાના દવાખાના પાસેથી ઝડપી પાડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમારની સુચનાથી સ્ટાફના હિતેષભાઇ મેર, શરદભાઇ ભટ્ટ, અતુલભાઇ ચુડાસમા, હારીતસિંહ ચૌહાણ, નિતીનભાઇ ખટાણા જોડાયા હતા.