વિશ્વમાં દિવસે દિવસે આધુનીક તકનિકથી સજ્જ અને ટેકનોલોજીનો ઉપયોગ થવા લગ્યો છે અને આજે વ્યક્તી પોતાની સુવિધા માટે થઇ અને કામ કરવા માટે વાહન વ્યવહારનો ઉપયોગ કરવા લાગ્યો જેના લીધે આજે અકસ્માતનું પ્રમાણ વધતું ગયુ અને આજે દર મીનીટે માર્ગ અકસ્માતથી બે વ્યક્તિના મોત થાય છે અને દર સેકન્ડે ૧ થી ૨ વ્યક્તિ ઇજાગ્રસ્ત થાય છે.
ગુજરાતમાં જાન્યુઆરી થી સપ્ટેમ્બરમાં કુલ ૧૩,૯૧૪ માર્ગ અકસ્માત થયા હતા જેમાં રોજ ના ૫૧ માર્ગ અકસ્માતો થયા છે અને રોજના માર્ગ અકસ્માતમાં ૨૧ જેટલા મ્રુત્યુ થાય છે એટલે કે દર કલાકે ૧ મ્રુત્યુ માર્ગ અકસ્માતમાં થાય છે.
આ બધુ જોતા સરકાર દ્વારા લોકોમાં ટ્રાફિક અંગે જાગ્રુતિ આવે તે માટે થઇને અને જે લોકો માર્ગ અક્સ્માતમાં મ્રુત્યુ પામેલા છે તેમને શ્રધ્ધાજંલી માટે દર વર્ષના નવેમ્બેર મહિનાના ૩ (ત્રીજા) રવિવારે ઉજવવામાં આવે છે. તા.૧૭/ના રોજ વિશ્વ શ્રધ્ધાંજલી દિવસની ઉજવણી કરવામાં જેમાં ગઢેચી વડલા મુકામે અભિમન્યુ શર્મા તથા અંકિત પટેલ અને રોડ સેફ્ટી નોડલ ઓફિસર તથા ટીમવાન સ્ટાફ દ્વારા હેલ્મેટ પહેરેલા વાહન લઇને નિકળતા લોકોનું ફુલ આપી સન્માન અને વગર હેલ્મેટ પહેરેલ લોકોનું કાઉન્સેલિંગ કરેલ અને હેલ્મેટ તથા સીટ બેલ્ટ પહેરવાનું કહેલ તેમજ મૃત્યુ પામેલાને શ્રધ્ધાંજલિ પાઠવેલ. તા.૧૮ના રોજ સવારે સર ટી હોસ્પિટલ ખાતે તથા રંઘોળા ગામે થયેલ માર્ગ અકસ્માતમાં મ્રુત્યુ પામેલ ૪૦ જેટલા લોકોને વિશ્વ શ્રધ્ધાંજલી દિવસ નિમીતે શ્રધ્ધાંજલી અર્પણ કરેલ અને ટ્રાફિક નિયમો વિશે માહિતી આપેલ તથા ૧૦૮ મોબાઇલ એપ્લિકેશનનો ડેમો આપેલ અને ભરતભાઇ જીંજાળા દ્વારા તથા અંકિત પટેલ દ્વારા ટ્રાફિકના નિયમો વીશે વિસ્ત્રુત માહિતી આપેલ.
ત્રીજા દિવસે એસ.ટી વિભાગીય કચેરી ખાતે નવા નિમણુંક થયેલ ડ્રાઇવરોનો ટ્રાફિક જાગ્રુતિ સંદર્ભે સેમિનાર કરેલ તથા માર્ગ અકસ્માતમાં મ્રુત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ અને પાણીની ટાંકી પાસે હેલ્મેટ પહેરેલ વ્યક્તીઓનું ફુલ આપી સન્માન કરેલ અને હેલ્મેટ પહેરેલના હોય તેમનું કાઉન્સેલીંગ કરેલ અને હેલ્મેટ પહેરવાની સલાહ આપેલ.