બોટાદ જીલ્લાના સુપ્રસિધ્ધ કુંડળધામ ના સંતો દ્વારા વડતાલ સ્વામિનારાયણ મંદીર ખાતે હરિઓરિત્રામૃતસાગર મહાગ્રંથ અર્પણવિધિ નો ભવ્ય ઉત્સવ ઉજવાયો વડતાલ સ્વામિનારાયણ મંદીરના પરિસરમાં દિવ્ય અને ભવ્ય કાર્તિકી ઉત્સવ ઉજવાયો ભગવાન સ્વામિનારાયણ દિક્ષીત આધારાનંદસ્વામી ના હસ્તે હિન્દી ભાષામાં હરિચરિત્રામૃતસાગર મહાગ્રંથ ને ટાઈટેનિયમ ધાતુથી કંડારાયેલો આ મહાગ્રંથ ને સભા મંડપમાં સવારે ૧૦ ક્લાકે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજને અર્પણ કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જીલ્લાના મેમકા ગામમાં જેઠ સુદ આઠમ સંવત ૧૮૫૫ માં જન્મેલા આધારાનંદ સ્વામીને ૧૭ વર્ષની ઉંમરે જન્માષ્ટમી ના દિવસે સવંત ૧૮૭૨ રોજ ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપી હતી આધારાનંદસ્વામી એજેઠ સુદ આઠમ ૧૯૧૪ના દિવસે હિન્દી સાહિત્યમાં વડતાલધામમાં હરિચરિત્રામૃતસાગર ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો હતો એઓએ ૧૩ વર્ષ ૫ માસ અને ૧૪ દિવસ વડતાલમાં રહીને આ ગ્રંથની રચના કરી હતી આ મહાગ્રંથમાં ૧.૦૨.૫૬૪ દોહા.ચોપાઈ.આદિ પદો લખાયેલા છે આ હસ્તલિખિત મુળ ગ્રંથની ઊંચાઈ ચાર ફુટ ની છે આ મહાન ગ્રંથ પૂ.જ્ઞાનજીવનદાસજીસ્વામી દ્વારા કુંડળ ખાતે ટેકનોલોજીના ઉપયોગથી વિશ્વના ઈતિહાસમાં પ્રથમવાર આવા મહાકાય ગ્રંથ ને ટાઈટેનિયમ ધાતુ ઉનર કંડારાયો છે ટાઈટેનિયમ ગ્રંથના ૧૨૪૦૪ પેઈજ કરાયા છે જયારે એક પેઈજનુ વજન ૧૩૦ ગ્રામ છે ધાતુ સાથે આ મહાકાય ગ્રંથનુ વજન ૧૦૪૭ કીલો છે આ ધાતુમાં ગ્રંથને કંડારતા સાડા ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો આ દિવ્ય અને ભવ્ય ઉત્સવમાં સંતો,મહંતો અને હજારો ની સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતાં.