હોનહાર અભિનેતા અર્જુન કપૂરને ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરે પોતાના હિટ ટીવી શો કૉફી વીથ કરણમાં સેક્સ વિશે સવાલો કરીને અર્જુનને મૂંઝવી નાખ્યો હતો. અર્જુન આજકાલ સલમાન ખાનના નાનાભાઇ અરબાઝ ખાનની ભૂતપૂર્વ પત્ની મલૈકા અરોરા સાથે ડેટિંગ કરી રહ્યો છે. કૉફી વીથ કરણમાં એ પોતાની સાવકી બહેન જાન્હવી સાથે આવ્યો હતો. બહેનની હાજરીમાં એ કરણના સેક્સ વિશેના સવાલોના જવાબો આપે તેા શી રીતે આપે ? કરણ જોહરના ટીવી શોની આ છઠ્ઠી સીઝન છે. તાજેતરમાં સૈફ અલી ખાન અને એની અભિનેત્રી પુત્રી સારા અલી ખાન આ ટીવી શોના મહેમાન બન્યાં હતાં. કરણે સૈફને એની બીજી પત્ની મોખરાની અભિનેત્રી કરીના કપૂર ખાન સાથે બેડરૃમને લગતા સવાલો પૂછીને સારાને મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકી દીધી હતી. એના હવે પછીના એપિસોડમાં અર્જુન કપૂર અને જાન્હવી રજૂ થવાનાં છે. કરણે એને જુદી રીતે મલૈકા સાથેના સંબંધોને લગતો સવાલ પૂછી લીધો હતો કે તું સિંગલ છે કે ? અન્ય એક સવાલ હોલિવૂડની ફિલ્મોને લગતો હતો.