હું અને શાહીર શેખ માત્ર સારા મિત્રો જ છીએઃ એરિકા ફર્નાન્ડીસ

1099

એરિકા ફર્નાન્ડીસ અને શાહીર શેખ ટેલીવિઝનના સૌથી પોપ્યુલર કપલ્સમાંના એક છે. તેમણે કુછ રંગ પ્યાર કે ઐસે ભીમાં લીડ રોલ પ્લે કર્યો હતો. તેમની સિઝલિંગ ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી વિશે વાતો થતી હતી અને એવી પણ વાત જાણવા મળી હતી કે બન્ને રિલેશનશિપમાં છે. જ્યારે શો પૂરો થયો ત્યારે એવા પણ સમાચાર આવ્યા હતા કે તેમનું બ્રેકઅપ થઇ ગયું છે.

જોકે, એરિકા શાહીર સાથે રિલેશનશિપમાં હોવાની વાતને નકારી રહી છે. કસૌટી ઝિંદગી કેની બીજી સિઝનમાં દેખાઇ રહેલી આ એક્ટ્રેસે અમને જણાવ્યું હતું કે, ‘શાહીર અને હું સારા મિત્રો હતા. અમારા ઓફ સ્ક્રીન રેપોને કારણે અમે ગ્રેટ ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી દેખાડી શક્યા. તમારા કોસ્ટાર સાથે કમ્ફર્ટ લેવલ હોવું ખૂબ જ જરૂરી છે. અમે રિલેસનશિપમાં હતા તે વાતમાં કોઇ સચ્ચાઇ નથી. પણ હું ફ્રેન્ડશિપની ના નથી પાડતી. મને અત્યારે પણ શાહીર સાથે બહાર જવું પસંદ છે. પણ, હું શૂટિંગમાં વ્યસ્ત હોઉં છું.

તેના કન્ટેમ્પરરીઝથી અલગ, એરિકા સોશિયલ મીડિયા પર એટલી એક્ટિવ નથી. તે કહે છે કે, ‘મારી પાસે ફ્રી ટાઇમમાં કરવા માટે બીજી ઘણી વસ્તુઓ છે. હું સોશિયલ મીડિયા પર છું પણ તેના પર એક્ટિવ નહીં રહીને કશુંક ગુમાવ્યા જેવું મને નથી લાગતું.

Previous articleદહેજથી ઘોઘા આવતું રો-રો ફેરી સર્વિસનું જહાજ મધદરિયે બંધ પડયું
Next articleસેક્સી ઇશાના નવા બોલ્ડ ફોટોશુટ્‌સની ફરીથી ચર્ચા