રાજુલા-જાફરાબાદ બેઠક માટે ૯૭ ફોર્મનો ઉપાડ : હીરાભાઈ કાલે ઉમેદવારી કરશે

995
guj20112017-1.jpg

વિધાનસભા-૯૮ રાજુલા કહેવાય પણ ધારાસભ્ય થવા માટે ઉમેદવારીનો હોડ જામી અધધ ૯૭ વ્યક્તિઓને ધારાસભ્ય થવું છે પણ જેમાં ફેવરીટ જનતામાંથી ગણાતા ભાજપનો ગઢ ગણાતી રાજુલા, જાફરાબાદ, ખાંભાની બેઠક પર હીરાભાઈ સોલંકી આગામી તા.ર૧મી નવેમ્બરે કોટેશ્વર મહાદેવ અને કેસરીનંદન હનુમાનજી મહારાજને શીષ નમાવી બહોળી સંખ્યામાં કાર્યકરો, આગેવાનોની શુભેચ્છા સાથે ફોર્મ ભરવા જશે ત્યારે કોંગ્રેસમાંથી ૧૪ દાવેદારો હોય ફોર્મ પણ ઉપડી ગયા હોય તેવા કોંગ્રેસના ધુરંધર ગણાતા બાબુભાઈ રામ જે ગત ધારાસભામાં પ૭ હજાર મતો મેળવેલ તેમજ જેણે કોંગ્રેસને રાજુલા વિસ્તારમાં જીવંત રાખી તેવા પીઠાભાઈ ખોડાભાઈ નકુમ, અંબરીશભાઈ ડેર, માજી નગરપાલિકા પ્રમુખ બાબુભાઈ જાળોંધરા, માજી રાજુલા તાલુકા પંચાયત તેમજ શંકરસિંહ બાપુના નવા પક્ષ જનવિકલ્પ પાર્ટીમાં કસુભાઈ વરૂ (બાલાની વાવ)નું પણ ફોર્મ ઉપડી ગયું છે. જેમાં અત્યાર સુધીમાં કોઈનું ફોર્મ ભરાયું હોય તો એ છે અપક્ષમાં બે ફોર્મ ઉપાડનાર અરવિંદભાઈ કરશનભાઈ લાડુમોર ગામ રીંગણીયાળા અને કોંગ્રેસના પીઢ ગણાતા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પ્રમુખ ટીકુભાઈ વરૂ કે જે બહુમત કોળી સમાજમાંથી જ વિજેતા થયેલ ઉપરાંત પીઢ આગેવાન દિપકભાઈ ત્રિવેદી, અપક્ષ ધીરૂભાઈ મંગાભાઈ પરમાર, સાંખટ બાલાભાઈ અરજણભાઈ વાવેરા, મુગલ કબીરભાઈ રજાકભાઈ જાફરાબાદ, બાંભણીયા ગૌરાંગ જીવનભાઈ જાફરાબાદ, બારૈયા ચંદ્રકાંત રામજીભાઈ જાફરાબાદ, કાતરીયા મનુભાઈ મયુરભાઈ (વાવેરા), ગોહિલ રામભાઈ જીણાભાઈ વડલી રોડ, બાબુભાઈ મુળુભાઈ રામ ભેરાઈ, બાબુભાઈ હરસુરભાઈ વાઘ (જોલાપર), પીંજર નરેશભાઈ અરજણભાઈ હડમતીયા, વાઘ સામતભાઈ નથુભાઈ રામપરા, વાઘ સાર્દુળભાઈ ભાણાભાઈ રામપરા, લાખણોત્રા બાઘાભાઈ સાવજભાઈ કોવાયા, રામભાઈ ભોળાભાઈ વાઘ રામપરા (ર), સવજીભાઈ શામભાઈ રાજુલા, વાઘેલા ભાવેશભાઈ મોહનભાઈ, વાઘેલા પ્રવિણભાઈ હરગોવિંદભાઈ રાજુલા, ભેડા કમલેશભાઈ વીરાભાઈ રાજુલા, જાલંધરા બાબુભાઈ રણછોડભાઈ રાજુલા, ભા.રા. કોંગ્રેસ, રવજીભાઈ સવજીભાઈ રાજુલા, બાળધીયા રમેશભાઈ સવજીભાઈ દાતરડી, જનવિકલ્પ પાર્ટી ચૌહાણ ડાહ્યાભાઈ ભગવાનભાઈ કાગવદર તેમજ શિયાળ માયાભાઈ સીદીભાઈ નિંગાળા, વરૂ કસુભાઈ બાવકુભાઈ બાલાનીવાવ, રાણીંગભાઈ વાસુરભાઈ (જામકા, તા.ખાંભા), હીરાભાઈ ઓધવજીભાઈ સોલંકી, ફોર્મ ભાજપ બારૈયા યોગેશભાઈ જીણાભાઈ, ભાજપ બારૈયા પ્રવિણભાઈ, બાલુભાઈ લાપાળીયા, વિસ્તાર તમામ ચારેય ફોર્મ ભાજપના રે.જાફરાબાદ બસંત શૈલેન્દ્રસિંહ શિવસીંગ બસન જાફરાબાદ, લાડુમોર બળવંતભાઈ બાલાભાઈ ધુડીયા આગરીયા, પડશાલા ભનુભાઈ શંભુભાઈ પીછડી, બારૈયા જીણાભાઈ છગનભાઈ (મીતીયાળા), ગરણીયા પરેશકુમાર કેશુરભાઈ રાજુલા, વાઘેલા સાગરકુમાર પ્રવિણકુમાર (રાજુલા), વનરાજભાઈ વિક્રમભાઈ મકવાણા ડેડાણ, જીંજાળા ઘનશ્યામભાઈ પુનાભાઈ (વડલી રાજુલા), જીવાભાઈ રામભાઈ રામ ભેરાઈ, વરૂ ટીકુભાઈ કેસુભાઈ પાટીમાણસા, ૪ ફોર્મ ભા.રા. કોંગ્રેસ લાડુમોર લાલજીભાઈ મગનભાઈ લાડુમોર (જુની બારપટોળી), જીંજાળા અરજણભાઈ મધુભાઈ ડોળીયા (રાજુલા), વાળા હિતેશભાઈ ભરતભાઈ રાજુલા, કાતરીયા વિજયભાઈ કનુભાઈ કોટડી રાજુલા અને ૧-સી મહિલા ધાખડા કાન્તાબહેન કિશોરભાઈ વડનગરા રાજુલા બહુજન સમાજવાદી પાર્ટીમાંથી ભરાતા કુલ ૯૭ વ્યક્તિઓ અધધ ફોર્મ ભરી ધારાસભ્ય બનવાની હોડ જામી છે. જે હવે પછી કોણ કોેને મહાત આપશે પણ હીરાભાઈ સોલંકીએ કહેલ કે ભારતીય સંવિધાન મુજબ ઉમેદવારી કરવા સર્વેનો હક્ક છે પણ તેમાં મને જે બાબરીયાવાડની ધરતીની જનતાએ પ્રેમ આપ્યો છે તે માત્ર વિકાસના મુદ્દાએ જ મારૂ સ્થાન જનતાના હૃદયમાં છે.

Previous articleગાંધીનગરની પાંચ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજથી આરંભ
Next articleકોંગ્રેસે રાજુલા બેઠક માટે અંબરીશ ડેરને ટીકીટ આપી