મેઘાણીનગરમાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસે દરોડા પાડી ૮૪ લાખ રૂપિયા રોકડા કબજે કર્યા છે. મેઘાણીનગરમાં એક સોસાયટીમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાની માહિતીને આધારે પોલીસ દરોડા પાડીને એક શખ્સની ધરપકડ કરી હતી. ૮૪ લાખ રોકડા કબજે કર્યા હતા.
મેઘાણીનગર પોલીસ માહિતી મળી હતી કે બંગલા એરિયા સોસાયટીના એક મકાનમાં દિપેશ રાઘાણી નામનો શખ્સ ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી રહ્યો છે.
જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા તપાસમાં આ ગ્રુપ ગેરકાયદે વિદેશી નાગરીકોના નામના મેળવીને એજન્ટનો સંપર્ક કરીને પૈસા ભરવા માટે યેનકેન પ્રકારે તૈયાર કરી પોતાના એજન્ટ મારફતે પ્રોસેસીંગ સેન્ટર દ્વારા નાણા મેળવીને તેના દ્વારા મેળવતો હતો. આ પ્રકારે થી દેશના અર્થતંત્રને ખોરવી નાખવાની ગેર કાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યો હતો.
પોલીસે ત્યાંથી કમલેશકુમાર લખાણીની ધરપકડ કરી હતી. તે સિવાય પોલીસે લેપટોપ ઝ્રઁેં આરતી રાઉટર અને ૮૪,૨૦,૦૦૦ રૂપિયા રોકડા કબજે કર્યા હતા તે સિવાય અલગ-અલગ બેંકની પાસબુક અને ચેકબુકો પણ કબજે કરી હતી.