પશુઓ માટે ઘઉંની પરાળ લેવા મંત્રી વાસણ આહિર પંજાબ જશે

734

સરકારે રાજ્યની પ્રવર્તમાન અછતની સ્થિતિને લઇ જાહેર રજાના દિવસે પણ રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠક બોલાવી હતી. જેમાં અછતને લઇ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી આ કેબિનેટ બેઠકમાં કરવામાં આવેલા આયોજન અને નિર્ણયોની વિગતો મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આપતા જણાવ્યું કે,અછતગ્રસ્ત વિસ્તારના પશુઓ માટે પંજાબમાંથી ઘઉંની પરાળ લાવી ઘાસચારા તરીકે ઉપયોગ કરી શકવાની સંભાવનાઓ-સર્વેક્ષણ માટે આવતીકાલે રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના નેતૃત્વમાં એક ટીમ પંજાબ જશે.

આ અંગે મહેસૂલ મંત્રીએ કહ્યું કે સમગ્ર સરકાર અછતની સ્થિતિ પ્રત્યે અતિસંવેદનશીલ છે. આ સંદર્ભમાં રાજ્ય મંત્રીમંડળે પશુધન માટે અછતગ્રસ્ત વિસ્તારા ેમાં ઘાસચારો, પાણી તેમજ નરેગા અન્વયે રોજગારી નિર્માણ માટે નક્કર નિર્ણયો કર્યા છે.

અછત ગ્રસ્ત વિસ્તારોમાં વધારાના ૭ કરોડ કિલો ગ્રામ ઘાસની જરૂરિયાત સામે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જ્યારે અત્યાર સુધીમાં ૫ કરોડ કિ.ગ્રા. ઘાસનું આયોજન કરવામાં આવ્યું છે.

કૌશિક પટેલે જણાવ્યું કે, રાજ્યમાં જ્યાં પાણી ઉપલબ્ધ છે, તેવા વિભાગોના ખેડૂતો જો ઘાસચારો ઉગાડવા માટે તૈયારી દર્શાવે તો તેવા ધરતીપુત્રોને ખાસ કિસ્સામાં અગ્રતાએ વીજ કનેકશન આપવામાં આવશે.

Previous articleઅમદાવાદમાં વધુ એક કોલ સેન્ટર પકડાયુ : ૮૪ લાખ જપ્ત
Next articleરાજયમાં ૯૫૦ ખેડૂતો પાસેથી ૧૯,૦૦૦ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી