ગુજરાત રાજ્યની સીમા ઉપર આવેલા મહારાષ્ટ્રના નંદુરબારમાં આજે સોમવારે બપોરે કમોસમી વરસાદ પડ્યો હતો. શિયાળામાં વરસાદ પડના કાણે નાળામાં પૂર આવ્યું હતું. સાથે સાથે અસરગ્રસ્ત જાહેર કરેલા આ વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાના કારણે પશુપક્ષી અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદના પગલે શિયાળામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા.
મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર શહેરમાં અને આજુબાજુના વિસ્તારમાં સોમવારે બપોરે ૩ઃ૩૦ સુધી અચાનક વાતાવરણમાં પલટો આવવા સાથે નંદુરબાર જિલ્લાના અલગ અલગ ક્ષેત્રમાં કમોસમી વરસાદ થયો હતો. નંદુરબાર જિલ્લા પૂર્વ વિસ્તારમાં દુષ્કાળ પરિસ્થિતિની નિર્માણ થઈ છે. આ વર્ષ સૌથી ઓછો વરસાદ નંદુરબાર જિલ્લાના પૂર્વ વિસ્તારમાં થયો હતો. કમોસમી વરસાદ થતાં નંદુરબાર તાલુકાના શનિમાંડળ, વાવડ વિસ્તારમાં સોમવારે સાંજે અને રાત્રે કમોસમી વરસાદ પડતાં નદીને પુર આવ્યું હતું. આ વર્ષ શનિમાંડળ વિસ્તારનાં ગ્રામજનો ચોમાસામાં પુર જોવા મળ્યું ન્હોતું. આ પુરથી પશુના પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. પરંતુ રવી પાકને નુકસાન થયું છે. કમોસમી વરસા થઈ પૂર્વ વિસ્તારમાં વરસાદ કારણે ખેડૂતોને થોડા પ્રમાણમાં નુકસાન થયું છે.