તારાપુર-વટામણ હાઈ-વે પર આવેલા કસબારા અને ફતેપુરા વચ્ચે હ્યુન્ડાઇ વર્ના કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં કારમાં સવાર કુલ પાંચ લોકો પૈકી
બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. મૃતકોમાં એક ૪૨ વર્ષીય મહિલા અને એક ૮ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. કાર સાથે અકસ્માત કર્યા બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતની જાણ થતા જ તારાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોને તારાપુર સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યારે બચી ગયેલા બાકીના ત્રણ લોકોને ગંભીર ઈજા થતા કરમસદ મેડીકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.