આરટીઓનો મહત્વનો નિર્ણય : HSRP નંબર પ્લેટ લગાવવા ઘર આંગણે આવશે

1040

હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવા માટે તમારે આરટીઓની કચેરી સુધી લંબાવવું નહીં પડે, હવેથી આરટીઓના કર્મચારીઓ તમારા ઘરે આંગણે આવીને આવી નંબર પ્લેટ લગાવી જશે. આરટીઓ સોસાયટીઓ, એપાર્ટમેન્ટ્‌સ, સરકારી વસાહતો કે પછી જાહેરસ્થળોએ કેમ્પો યોજીને આવી નંબર પ્લેટ્‌સ લગાવી આપશે.

કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઈ અનુસાર વાહનો પર હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવી ફરજીયાત કરેલ હોય અગાઉ રાજ્યના જુના વાહનોમાં હાઈસિક્યુરીટી રજીસ્ટ્રેશ નંબર લગાવવા માટેની આખરી તા.૩૧-૦૮-૨૦૧૮ જાહેર કરવામાં આવી હતી, જે સંદર્ભે હાઈસિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર લગાવવા માટે આર.ટી.ઓ., એ.આર.ટી.ઓ.માં વધુ પડતા ધસારાના અનુસંધાને તેમજ જનતાની વધુ સગવડતાને ધ્યાને લઈ હાઈસિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો કરી આખરી મુદ્દત તા.૩૧-૧૨-૨૦૧૮ કરવામાં આવી હતી.

રાજ્યભરનાં વાહનોમાં જૂની નંબર પ્લેટના બદલે હવે હાઇ સિકયોરિટી નંબર પ્લેટ (એચએસઆરપી) ફરજિયાત લગાવવા માટેની સરકારે મુદત વધારી હોવા છતાં વાહન માલિકોની મુશ્કેલીનો અંત આવ્યો નથી ત્યારે હાઈસિક્યુરીટી નંબર પ્લેટને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા નહીં જવુ પડે આરટીઓ. જીહા, હવે આરટીઓ કર્મચારીઓ તમારી સોસાયટીમાં આવીને જ તમારા વાહનમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવી જશે. આરટીઓ નંબર પ્લેટ લગાવવા તમારા આંગણે કે સોસાયટીએ આવી તે પહેલા તમારે એક પ્રકિયામાંથી પસાર થવું પડશે. તેના માટે સોસાયટી કે વસાહતના સેક્રેટરીએ એક લેટર આરટીઓને મોકલવો પડશે. ત્યારબાદમાં આરટીઓ કચેરી તરફથી નિયત સોસાયટી કે વસાહતને તારીખ આપવામાં આવશે. નિયત તારીખે જે તે સોસાયટીના વાહનોની જૂની નંબર પ્લેટ બદલીને નવી હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ આરટીઓના કર્મચારીઓ લગાવી આપશે. આરટીઓ ઉપરથી થતી ભીડ અને વાહનના માલિકોનો સમય બચાવવા આવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સરકારે જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે સોસાયટીઓ સરકારી વસાહતો, એપાર્ટમેન્ટમ્સ અથવા જાહેર સ્થળો પર યોજવામાં આવનાર કેમ્પમાં નવી નંબર પ્લેટ લગાવવા માટે આરટીઓ તરફથી નક્કી કરેલો ચાર્જ જ વસૂલ કરી શકાશે.

સુપ્રિમ કોર્ટના આદેશ આપ્યો છે તે પ્રમાણે દરેક વાહનમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવી ફરજિયાત છે. આ માટે આરટીઓ અથવા આરટીઓના અધિકૃત ડિલર્સને ત્યાં જઈને વાહનચાલકો પોતાની જૂની પ્લેટને બદલી શકે છે.

હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ઉપર દરેક નંબર ઉભરેલા હશે અને તેના પર ઇન્ડિયા લખેલો બારકોડવાળો ક્રોમિયમ હોલોગ્રામ હોય છે. બારકોડથી બધી જ જાણકારી ઓનલાઈન મેળવી શકાશે. નંબર પ્લેટ પર લેઝરથી લખેલો દસ આંકડાનો યુનિક નંબર છે. આ સિવાય આરટીઓ કે ટ્રાફિક પોલીસ દ્વારા બારકોડ સ્કેન કરતાં જ બધી જાણકારી મળી શકે છે.

Previous articleપાણી નથી, ડાંગરના ખેડૂતો વાવણી ન કરે, સિંચાઈ વિભાગનો પત્ર : ખેડૂતોમાં રોષ
Next articleગઢડામાં ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરતા મુસ્લિમ બિરાદરો