ઢસામાં મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની ઉજવણી કરી

1312

ઢસા જંકશનમાં સવારથી જ મેઈન બજારોમાં ઝુલુસ નીકળ્યું ઠેર ઠેર સ્વાગત કરાયું ઇસ્લામ ધર્મના મહંમદ પયગમ્બર સાહેબના જન્મ દિવસની જસને ઇદે મિલાદઝુબિની આજે સમગ્ર દેશમાં શાનદાર ઉજવણી થઈ છે જેના ભાગરૂપે ઢસા માં પણ જોરદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઢસા મસ્જિદ ખાતે થી ભવ્ય ઝુલુસ કાઠવામા આવ્યું છે જેમાં મેઈન બજારો રેલ્વે ચોક તથા ઢસાના મેઇન રોડ ઉપય ફેરવવામાં આવ્યું હતું જેમાં ચા પાણી નાસ્તાઓના સ્ટોલો પણ ઉભાં કરવામાં આવ્યાં હતાં જુલુસમાં મક્કા-મંદીના સહિત વિવિધ આબેહુબ કલાકુતિઓને ય જોવાનો લ્હવો મળ્યો હતો ઇદે મિલાદને પગલે મુસ્લિમ વિસ્તારોમાં મકાનો મસ્જિદોને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી હતી.

Previous articleસિહોરના જયરાજસિંહ મોરીનું સન્માન
Next articleઢાઢોદર ગામે ટીબી જન જાગૃતિ કાર્યક્રમ