સવારથી મુખ્ય માર્ગો પર ઝુલુસ નીકળ્યું ઠેર ઠેર સ્વાગત, ઝુલુસમાં દેશ પ્રેમનો સંદેશ ઈસ્લામ ધર્મના મહંમદ પયગમ્બર સાહેબના જન્મ દિવસ જશ્ને ઈદે મિલાદુઝબીની આજે બુધવારે સમગ્ર દેશમાં શાનદાર ઉજવણી થઈ છે જેના ભાગરૂપે બોટાદના ગઢડા શહેરમાં મુસ્લીમ સમાજ દ્વારા આજે સવારે ગઢડા શહેર માણેક ચોકથી ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું છે જેમાં જિલ્લા ભરમાંથી ઈરફાનભાઈ ખીમાણી,અશરફભાઈ લાખાણી, સબીરભાઈ પરમાર,સલીમભાઈ આરબીયાની, સલીમભાઈ સોર સહિત મુસ્લીમ સમાજના આગેવાનો ઝુલુસ ને સફળ બનાવવા જોડાયા માણેક ચોકથી નીકળેલ ઝુલુસ જિન નાકા બોટાદ ઝાંપો સહિત વિસ્તારોમાં ફરીને બપોરના ૨ કલાકે સમાપ્ત થશે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે ઝુલુસમાં તિરંગા સાથે દેશ પ્રેમ સંદેશ સહિત ઠેર ઠેર વિવિધ સમાજ,જમાતો વતી સ્વાગત કરવામાં આવ્યું છે જુલુસમાં મક્કા-મદિના સહિત વિવિધ આબેહુબ કલાકૃતિઓને ય જોવાનો લ્હાવો મળ્યો હતો ઇદે મિલાદને પગલે મુસ્લિમ વિસ્તારોમાં મકાનો,મહોલ્લા અને મસ્જિદોને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી છે.