લીલીયા તાલુકા ના ઢાંગલા ખાતે નકલંગ આશ્રમ આયોજિત ભગવાન ચિ શાલીગ્રામ સંગ ચિ વૃંદાજી ના લગ્નોત્સવની યાદગાર ઉજવણી વૈદિક મંત્રોચ્ચાર સાથે પર્યાવરણ પ્રકૃતિની શીખ આપતો સંદેશ અને વૃક્ષોને જવાબદારી સાથે દત્તક લેવાયા હતા.
શક્તિ મહિલા મંડળ (સુરત) હાલ ઢાંગલા અને યંગ ગ્રુપ મંડળ ઢાંગલા દ્વારા આયોજિત તુલસીવિવાહનુ આયોજન કરાયું હતું તેમજ ભગવાનના લગ્નોત્સવ પ્રસંગે પર્યાવરણ પ્રકૃતિનું સુંદર કાર્ય વૃક્ષારોપણ કરીને કરાયું હતું ૬૦ થી વધુ વૃક્ષો રોપી સુંદર સંદેશ આપ્યો હતો જવાબદારી સાથે એક એક વ્યક્તિ ને વૃક્ષ ની જવાબદારી સોંપવામાં આવી અને પર્યાવરણ પ્રકૃતિની પ્રતિજ્ઞા લેવાય હતી (વૃક્ષો દત્તક અપાયા ) તુલસી વિવાહ નકળંગ-ધામ આશ્રમ-ઢાંગલા ખાતે કરાયુ હતું મસ્તરામબાપુ સહિત વિદ્વાન વક્તાઓએ માર્મિક ટકોર કરતું મનનીય વક્તવ્ય આપી તુલસી વિવાહને યાદગાર બનાવ્યા હતા અને માનવીય ફરજ પર્યાવરણ પ્રકૃતિના જતન જાળવણીની પ્રતિજ્ઞા સાથે શીખ આપી હતી.