અલખઘણી ગૌશાળાના સંચાલકને બે ઈસમોએ માર મારતા ગૌ ભક્તોમાં રોષ

741

દામનગરના દહીંથરા અલખઘણી ગૌશાળાની એમ્બ્યુલન્સ સંચાલકને બે ઈસમો એ સાજી ગાય રાખવા કહેતા ગૌશાળાના કર્મચારીએ ઇનકાર કરતા ગૌશાળાના કર્મચારી નરશીભાઈ જીવરાજભાઈ વાવીયાને ધોલ ધપાટ કરતા બે ઈસમો વિરુદ્ધ  સ્થાનિક પોલીસમાં ત્રણસોથી વધુ ગોંસેવકોએ સ્થાનિક પોલીસ સ્ટેશને આ બંને ઈસમો વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની માંગ સાથે આવેદન પત્ર પાઠવી ચારસોથી વધુ બીમાર પશુ ઓનો નિર્વાહ કરતી સંસ્થા સરકારને સોંપી દેવા તૈયારી દર્શાવી સારા ઢોર નહિ રાખવા માલિકીના પશુ નહિ લેવાની વ્યવસ્થાનું પાલન કરતા સ્વંયમ સેવી કર્મચારીને  બિભત્સ ગાળો આપી ધોલ ધપાટ કરતા ખૂબ મોટી સંખ્યામાં ગોંસેવકો પોલીસ સ્ટેશને આવી સ્થાનિક પોલીસને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી હતી.

Previous articleઢાંગલા ખાતે નકળંગ આશ્રમે તુલસી વિવાહનું આયોજન
Next articleરાણપુરમાં ઇદે મિલાદની ધામધુમથી ઉજવણી થઈ