જીએમડીસી ભાવનગરમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા એ.કે. ગર્ગની બદલી થઈને જીએમડીસી હેડ ઓફીસ અમદાવાદ ખાતે સીનીયર જનરલ મેનેજર તરીકે નિમણૂક થતા, તેમને સ્નેહ વિદાય સમારોહ અને જીએમડીસી ભાવનગર ખાતે પ્રોજેકટ ઈનચાર્જ તરીકે નિમણૂક પામેલા નીરજ પરીખનો સ્વાગત સમારોહ સાથે સ્નેહમીલન સમારોહમાં ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ, ટ્ક્ ટ્રાન્સપોર્ટ એસોસન પ્રમુખ જે.જે.ગોહિલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વશરામભાઈ, માલપર સરપંચ ભૂપતસિંહ ગોહિલ, ભુભલી સરપંચ જયસુખભાઈ, રામપર સરપંચ ધીરુભાઈ, તગડી સરપંચ પરેશભાઈ, થોરડી સરપંચ રમેશભાઈ, માજી સરપંચ રમજુભા ગોહિલ, કશોકસિંહ ગોહિલ,આજુબાજુના ગ્રામજનો ટ્રક ટ્રાન્સપોર્ટરો, જી.એમ.ડી.સી. સ્ટાફ,સહિત અગ્રણીઓ કાર્યક્રમને સફળ બનાવવાની જહેમત નરેન્દ્રસિંહ ડી ગોહિલ અને પૃથ્વીસિંહ વાળાએ ઉઠાવી હતી.