રાજુલા ભાજપના યુવા નેતા રણછોડભાઈ મકવાણા દ્વારા તુલસી વિવાહનું આયોજન

803

રાજુલા ખાતે ભાજપ અગ્રણી યુવા નેતા રણછોડભાઈ દ્વારા ભવ્યાતિ ભવ્ય તુલસી વિવાહ યોજાયો જેમાં હીરાભાઈ સોલંકીનું દબદબાભર્યુ  ઘોડા બેન્ડ વાજા સહિત નાની બાળાઓ દ્વારા સામૈયા સાથે સન્માન કરાયું.

રાજુલા ખાતે ભાજપ અગ્રણી યુવા નેતા રણછોડભાઈ મકવાણા દ્વારા માતાજી વૃંદાજીના તુલસી વિવાહ ભગવાન વિષ્ણુજી સાથે ધામધુમથી થયા આ ભવ્ય પ્રસંગે સંત શિરોમણી વાવડી મહંત બાબુભાઈ બાપુ, કેસરીનંદન હનુમાન આશ્રમના મહંત સનાતનદાસ બાપુ, ડેડાણ અમરામાં આશ્રમના મહંત દેવેન્દ્રદાસ બાપુ, આઈશ્રી રાધામાં કાગવદર જેવા સંતો મહંતોની હાજરીમાં વિશેષ તુલસી વિવાહના મુખ્ય અતીથિ એવા પુર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી આવતા હોય તેના અદ્‌ભુત સામૈયા માટે નાની નાની બાળાઓ સોળે શણગાર સજી માથા ઉપર સામૈયા લઈ ૧ કી.મી આગળ જઈ સાથે બેન્ડવાજા ફટાકડાના ગગનભેદી અવાજો સાથે ઘોડાઓ સહિત દબદબાભેર સામૈયુ કરી આવકાર્યા લોકો ઘરના દરવાજા ખુલ્લા મુકી રોડ ઉપર દોડી આવ્યા આ માણસમાું શું જોવે છે લોકો મોળી સમાજ તો જ્ઞાતિ તરીકે કોળી સમાજના કાર્યક્રમમાં હોય પણ ઈત્તર તમામ જ્ઞાતિઓ પુરૂષ અને માતાઓ બહેનો સામૈયામાં શામેલ થઈ હીરાભાઈને પોતાના ભાઈ હોય તેમ દુખણા લીધા આ પ્રસંગે માર્કેટ યાર્ડના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, કમલેશભાઈ મકવાણા, નગરપાલિકા પ્રમુખ બાધુબેન બાબભાઈ વાણીયા, બાબભાઈ વાણીયા, નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, અમરૂભાઈ બારોટ, પુના આતા ભીલ ચેતનભાઈ શિયાળ, ભાવેશભાઈ, અરજણભાઈ ભગત, ઘનશ્યામભાઈ વરૂ, અશોકભાઈ સરપંચ લોર, જીલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, સરપં એસોએશન તાલુકા પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા, ડેપ્યુટી કલેકટર ડાભી, કોમલબેન સરમણભાઈ બારૈયા, નગરપાલિકા જાફરાબાદ સહિત આગેવાનોનું સન્માન કર્યું.

Previous articleજલાલપુર ખાતે ૧૦૮માં જ મહિલાની ડીલવરી કરી બે બાળકોને બચાવાયા
Next articleરેલ્વેની જમીનમાં મનપાને રોડ પહોળો કરવો છે ને રેલ્વેને બ્યુટીફીકેશન!