ઈસ્લામધર્મના વડા હજરત મોહમ્મદ મુસ્તુફા સ.અ.ના જન્મદિવસ નિમિત્તે પાલિતાણા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શાનદાર ઝુલુસનું આયોજન કરાયું હતું આ ઝુલુસ જુમ્મા મસ્જિદથી સવારે ૮ કલાકે નિકળ્યું હતું. તેમાં ૧૦ જેટલી બગી પ જેટલી બેન્ડની લારી જેમાં અલગ-અલગ ગૃપો દ્વારા નાત શરિફ, કસિદા, સલામ પડતા હતા તેમજ આ ઝુલુસમાં પાલિતાણાના ૪ જેટલા મદ્રેસાના બાળકો જોડાયા હતાં. તેમજ ૮ ડી.જે., પ ટ્રેકટર રિક્ષા, ઘોડા, સહિત ૧ કિલોમીટર લાંબુ ઝુલુસ નિકળીયું હતું.ે ઝુલુસમાં ઠેકઠેકાણે ચા, સરબત, રવો, પુલવા, દુધ કોલડ્રીક, ચણા, બટેટા, ભુગળા, ઠડી છાશ જેવાં ન્યાઝના રર જેટલા સ્ટોલો તેમજ મુસ્લિમ સમાજના લોકો દ્વારા ખારેક, ખજુર, પીપર, ચોકલેટ જેવી ન્યાઝો વેચાય હતી. આ ઝુલુસમાં ખાસ ગુજરાત રાજયના પુર્વે ડી.જી.પી. વકફ બોર્ડના ચેરમેનએ આઈ સૈયદસાહેબ, જાણીતા ઉદ્યોગપતિ ઈકબાલભાઈ ડેરૈયા દામનગરવાળાએ ખાસ હાજરી આપી હતી. ઝુલુસ બપોરે ૧ કલાકે પરીમલ સોસાયટીના પુલ પાસે સમાપ્ત થયું હતું. પાલિતાણા ડે. કલેકટર. પાલિતાણા ડીવાયએસપી આર.ડી.જાડેજા, પાલિતાણા મામલતદાર આર.આર. વસાવા, પાલિતાણા પીજીવીસીએલના ડે. ઈજનેર ચિરાગ પરમાર નગરપાલિકાના પ્રમુખ જયપાલસિંહ ગોહિલ સહિત તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ જેણે આ આયોજનમાં સાથ સહકાર આપ્યો હતો તેનો સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી હયાતખાન આઈ બલોચ દ્વારા આભાર વ્યકત કર્યો હતો.