આજરોજ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના નિતીનભાઇ ખટાણા, હરેશભાઇ ઉલવાને મળેલ બાતમી આધારે આજરોજ વલ્લભીપુર-અમદાવાદ હાઇવે રંગપર ગામના પાટીયા પાસે પાસેથી આરોપી ભરતભાઇ ઉર્ફે કાળુભાઇ કનુભાઇ ડાંગર/કાઠી ઉ.વ.૨૯ રહેવાસી ગામ તોતણીયાળા તા. વલ્લભીપુર વાળાને એક ગેરકાયદેસરના દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણાએ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે અને આ કામની આગળની તપાસ એસ.ઓ.જી. ના હેડ કોન્સ. જયદેવસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે.