વેરાવળ પાસે કાર અકસ્માતમાં કાજાવદરના રજપુત યુવાનનું મોત

2176

સિહોર તાલુકાના કાજાવદર ગામના કારડીયા ક્ષત્રિય રાજપૂત સમાજના યુવા અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર સાથે મીડિયા ક્ષેત્રે રાષ્ટ્ર ભાવના મંથલી ન્યુઝ પેપરના તંત્રી એવા આગેવાન ડી.કે.મોરીનું વેરાવળ પાસે કાર અકસ્માતમાં મોત નિપજ્યું હતુ.ં

વહેલી સવારે વેરાવળ સોમનાથ પાસે પસાર થતા ડી.કે મોરીનું એસ.ટી.બસ સાથે અકસ્માત થતા આ કાર દૂર ખેતરોમાં જઇ પડી હતી અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફુરચા ઉડી ગયા હતા ત્યારે ડી.કે.મોરીનું સ્થળ પરજ પ્રાણ પંખીડું ઉડી ગયું હતું ત્યારે આ આઘાત જનક સમાચાર નાના એવા કાજાવદર ખાતે પરિવારજનોને મળતા હૈયાફાટ રુદન સાથે પરિવાર શોકમાં ગરકાવ થયો હતો ત્યારે વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા ડી.કે.મોરી ના અકસ્માતના સમાચાર કાજાવદરના આગેવાનો પરિવારજનો સાથે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી કાગળો તૈયાર કરી લાશને કાજાવદર ખાતે લાવવા રવાના થયા હતા એ ત્યારે આખુ ગામ હિબકે ચડ્યું હતું ત્યારે પરિવારમાં નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવેલ ત્યારે હૈયાફાટ રુદન વચ્ચે મોડી સાંજે સ્મશાન યાત્રા નીકળી હતી ત્યારે આ સ્મશાન યાત્રામા સામાજિક, રાજકીય અગ્રણીઓ, મિત્રો તથા મીડિયાજનો, કુટુંબીજનો જોડાયા હતા ત્યારે સૌ કોઈ એક સારો મિત્ર, પરિવારનો સભ્ય તો કોઈએ એક સામાજિક કાર્યકર ગુમાવ્યાનો અહેસાસ કર્યો હતો.

Previous articleબરવાળાના રાણપરી ગામે નર્મદા કેનાલમાં પાણી છોડવા ઉગ્ર માંગ
Next articleશહેરમાં ઈદે મિલાદુન્નબીનું નિકળેલ શાનદાર ઝુલુસ