શહેરમાં ઈદે મિલાદુન્નબીનું નિકળેલ શાનદાર ઝુલુસ

1132

ઈસ્લામ ધર્મના મહાન પયંગમ્બર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)ના જન્મ દિવસ નિમિત્તે પીર મહંમદશાહ બાપુની વાડી, ચાવડી ગેટ ખાતેથી ઝુલુસનો પ્રારંભ  કરવામાં આવેલ. આ ઝુલુસને મેયર મનહરભાઈ મોરી, ડીવાયએસપી ઠાકર, એ.ડીવીઝન પી.આઈ. રબારી, સી.ડીવીઝન પી.આઈ. રાવલ, કસ્બા અંજુમને ઈસ્લામના પ્રમુખ મહેબુબભાઈ શેખ, નગરસેવક ઈકબાલભાઈ આરબ, હુસૈનમીયા બાપુ, કાળુભાઈ બેલીમ તથા સમાજના આગેવાનો દ્વારા લીલીઝંડી દેખાડી ઝુલુસને રવાના કરેલ.

આ ઝુલુસ શહેરના રાજમાર્ગ્‌ ચાવડી ગેટ બાપુની વાડીથી લઈને ઈમામવાડા, અલકા ટોકીઝ, મતવા ચોક, શેલારશા ચોક, આંબા ચોક, જુમ્મા મસ્જીદ થઈ હેરિસ રોડથી વોરા બજાર થઈને બાર્ટન લાયબ્રેરી ચોક, હલુરીયા ચોક, હાઈકોર્ટ રોડ થઈને રૂપમ ચોક, ગંગાજળીયા તળાવ, વોશિંગઘાટ, દરબારી કોઠાર થઈને શેલારશા ચોકમાં પુર્ણ થયેલ.  આ ઝુલુસ શેલારશા ચોક ખાતે આવી પહોંચતા કોંગ્રેસના અગ્રણિઓએ સ્વાગત કરેલ અને રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલ, ડીએસપી માલ, કલેકટર તથા કમિશ્નરએ આ ઝુલુસને શુભેચ્છા પાઠવેલ.

આ ઝુલુસમાં મિલાદ પાર્‌૭ીઓ, બેન્ડ વાજા, ન્યાજની વહેંચણી તેમજ મુસ્લિમ સમાજના બાળકો પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને સામેલ થયા હતાં. દાઉદી વ્હોરા સમાજનું મહંમદી તથા તાહીરી બેન્ડ આ ઝુલુસનું મુખ્ય આકર્ષણ હતું તેમજ વર્તમાન સમયની સમસ્યાઓ જેવી કે એઈમ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણને લગતી સમસ્યાઓ, રાષ્ટ્રીય ભાવનાને લગતા ફલોટ આકર્ષણનું કેન્દ્ર હતાં. તેમજ ઝુલુસના આયોજકો દ્વારા મહાપાલિકાના સહયોગથી સફાઈ અભિયાન ઝુબેશ જવી કે ઝુલુસની પાછળ સંસ્થા તરફથી રાખેલા સફાઈ કામદારો ઝુલુસ પસાર થાય તે માર્ગોની સફાઈ કરતા આવે તે બાબત લોકોમાં પ્રસન્નીય બની હતી. આ ઝુલુસમાં ટ્રકો, રીક્ષાઓ, ઘોડાગાડીઓ, ઉટ ગાડી, ટ્રેકટર, મોટર તેમજ ઝુલુસના રૂટ ઉપર સરબત, દુધ કોલ્ડ્રીકના સ્ટોલો ઉભા કરાયેલા હતાં. આ ઝુલુસનું ભાવનગરના નગરજનોઅુે ઠેર ઠેર સ્વાગત કરી કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડેલ. આ ઝુલુસમાં અંદાજે ૪૦ થી પ૦ હજાર લોકોએ ભાગ લઈ ઝુલુસને સફળ બનાવેલ. આ ઝુલુસને સફળ બનાવવા કસ્બા અંજુમને ઈસ્લામના પ્રમુખ જનાબ મહેબુબભાઈ જે શેખ, ઈકબાલભાઈ આરબ, હુસૈનમીયા બાપુ, હાજી મુસ્તુફાભાઈ ગેટીંગ, કાળુભાઈ બેલીમ, એમ.આઈ. સોલંકી, હનીફભાઈ ચૌહાણ, માજી મુસ્તુફાભાઈ કુરેશી, સલીલ પઠાણ, સલીમભાઈ શેખ, નાહીન કાઝી, મહેબુબ બ્લોચ, સાદીક રાઠોડ, નિઝામ રાઠોડ, અબ્બાસભાઈ મીંન્સારીયા, સીરાજ નાથાણી, ગફારભાઈ હબીબાણી બોસ, ઈમરાન શેખ, યુનુસભાઈ ખોખર, શેખ તૌફીક, સાકીર કુરેશી, જાવેદ કુરેશી, અકીલ કુરેશી, સલીમ કુરેશી, ઈકબાલભાઈ ઘાંચી, સફીક કુરેશી, સિરાજભાઈ સરમાળી, બિલાલભાઈ સીદી, યુુસુફભાઈ હમિદાણી, સલીમભાઈ કુરેશી, રજાક કુરેશી વિગેરેએ ભારી જહેમત ઉઠાવેલ.

Previous articleવેરાવળ પાસે કાર અકસ્માતમાં કાજાવદરના રજપુત યુવાનનું મોત
Next articleસિહોરમાં ક્રેઈન અડફેટે રત્ન કલાકાર યુવાનનું થયેલું મોત