સિહોરમાં ક્રેઈન અડફેટે રત્ન કલાકાર યુવાનનું થયેલું મોત

1141

સિહોર મામલતદાર કચેરી પાસે આજે એક રસ્તો ક્રોસ કરતા રાહદારી યુવાનને ક્રેઈને અડફેટે લેતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સિહોરના સાગવાડી વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર યુવાન પ્રહલાદભાઈ ભરતભાઈ સરવૈયા ઉ.વ.ર૩ સિહોરની મામલતદાર કચેરી પાસે પગપાળા રસ્તો ઓળંગતા સમયે ત્યાંથી પસાર થઈ રહેલ ક્રેઈને અડફેટે લેતા પટકાઈ જતા યુવાનને ઈજા થતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થયા હતા અને બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કેસ કાગળો કરી લાશને પીએમ અર્થે ખસેડી ક્રેઈન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleશહેરમાં ઈદે મિલાદુન્નબીનું નિકળેલ શાનદાર ઝુલુસ
Next articleરો-રો ફેરીનું જહાજ મધદરિયે અટવાયું