અમેરિકાએ આક્રમક વલણ અપનાવીને પાકિસ્તાનને આપવામાં આવતી ૧.૬૬ અબજ ડોલરની સહાયતાને હવે રોકી દીધી છે. આના કારણે પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારને મોટો ફટકો પડ્યો છે. આ પહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પાકિસ્તાનને આપવામાં આવતી સહાય પર બ્રેક મુકવાની વાત કરી હતી. એક પ્રશ્નના જવાબમાં અમેરિકી સંરક્ષણ મંત્રાલવયના પ્રવકતા કર્નલ રોબ મેનિંગે કહ્યુ છે કે પાકિસ્તાનને આપવામાં આવતી ૧.૬૬ અબજ ડોલરની સહાય રોકવામાં આવી રહી છે.
ઓબામા વહીવટીતંત્રમાં અમેરિક સંરક્ષણ મંત્રાલય તરફથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને મધ્ય એશિયાના કામને ધ્યાનમાં લેનાર ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી ડેવિડ સિડનીએ માહિતી આપતા કહ્યુ છે કે પાકિસ્તાનને આપવામાં આવી રહેલી સહાયને રોકવામાં આવી રહી છે. સિડનીએ માહિતી આપતા કહ્યુ છે કે પાકિસ્તાને ત્રાસવાદી ગતિવિધીને રોકવા માટે કોઇ નક્કર અને નિર્ણાયક પગલા લીધા નથી. પાકિસ્તાને પડોશી દેશોમાં ત્રાસવાદને ફેલાવવા માટે જવાબદાર રહેલા સંગઠનો પર કોઇ કાર્યવાહી કરી નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. તે પહેલા ટ્રમ્પે કહ્યુ હતુ કે પાકિસ્તામે અમેરિકા પાસેથીા અબજો ડોલર લીધા હતા છતાં કુખ્યાત ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં છુપાયો છે તે અંગેની કોઇ માહિતી અમેરિકાને આપી ન હતી. ટ્રમ્પે કહ્યુ હતુ કે લશ્કરી સહાયના બદલે પાકિસ્તાને અમેરિકાને કઇ પણ આપ્યુ નથી. અમેરિકાના કઠોર વલણથી પાકિસ્તાનને આગામી દિવસોમાં મોટો ફટકો પડે તેવા સંકેત દેખાઇ રહ્યા છે.