ભારતના એટીએમ પૈકી અડધા માર્ચ ૨૦૧૯ સુધી બંધ થઇ શકે

837

દેશના એટીએમ પૈકીના અડધાથી વધુ એટીએમ માર્ચ ૨૦૧૯ સુધી બંધ થઇ શકે છે. ઇન્ડસ્ટ્રી બોડી દ્વારા આ અંગેની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ તર્ક વિતર્કોનો દોર શરૂ થયું છે. કન્ફડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, માર્ચ ૨૦૧૯ સુધી ભારતના એટીએમ પૈકીના અડધાથી વધુ એટીએમ બંધ થઈ શકે છે. ઇન્ડસ્ટ્રી બોડીએ એક નિવેદન જારી કરીને આ મુજબની વાત કરી હતી. એટીએમ બંધ થવાથી હજારો નોકરી ઉપર અસર થશે. સાથે સાથે સરકારના ફાઈનાન્સિયલ ઇન્ક્લુશન ઉપર પણ માઠી અસર થશે. નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, સર્વિસ પ્રોવાઇડરોને માર્ચ ૨૦૧૯ સુધી દેશભરમાં ૧.૧૩ લાખ એટીએમ બંધ કરવાની ફરજ પડી શકે છે. આ આંકડામાં આશરે એક લાખ જેટલા ઓફસાઇટ એટીએમ અને ૧૫૦૦૦થી વધુ વ્હાઇટ લેબલ એટીએમનો સમાવેશ થાય છે. ઇન્ડસ્ટ્રી બોડીનું કહેવું છે કે, બિનશહેરી વિસ્તારોના મોટાભાગના એટીએમ બંધ કરવામાં આવશે. આમા જણાવવામાં આવ્યું છે કે, સરકારી સબસિડીનો લાભ લેવા માટે મશીનનો ઉપયોગ કરવા માટેના લાભને મેળવવામાં તકલીફ પડશે.

ઇન્ડસ્ટ્રી બોડીનું કહેવું છે કે, નવેસરના ફેરફારના પરિણામ સ્વરુપે કેટલીક તકલીફ થઇ શકે છે. હાર્ડવેર અને સોફ્ટવેર અપગ્રેડ કરવા જેવી બાબતોને હાલમાં ધ્યાનમાં લેવામાં આવી રહી છે જેના પરિણામ સ્વરુપે આ પદ્ધતિ અપનાવવામાં આવનાર છે. એટીએમ ઓપરેશન થોડાક સમય સુધી રોકવામાં આવી શકે છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મેનેજ્ડ સર્વિસ પ્રોવાઇડર સહિત એટીએમ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પરિસ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે. ઇન્ડસ્ટ્રી માટે પરિસ્થિતિને હળવી કરવા માટેના કેટલાક પગલા લઇ શકાય છે. જો બોન્ડ જુદી જુદી બાબતોના ખર્ચને ઉપાડવા માટે તૈયાર થશે તો સ્થિતિ સુધરી શકે છે. જ્યાં સુધી એટીએમ ગોઠવણી કરનારને તેમના ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બેંકો દ્વારા વળતર ચુકવવામાં આવશે નહીં ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિ રહેશે. આના લીધે એટીએમ બંધ કરવાની ફરજ પડશે.

સર્વિસ તરીકે એટીએમ ઉપલબ્ધ કરાવવા માટે રેવેન્યુમાં ઓછા એટીએમ ઇન્ટરચેન્જ ચાર્જના પરિણામ સ્વરુપે વધારો થઇ રહ્યો નથી. બીજી બાજુ ખર્ચમાં વધારો થવાના પરિણામ સ્વરુપે હાલત કફોડી બની રહી છે.

Previous articleપાકને અપાતી ૧.૬૬ અબજ ડોલરની મદદ ઉપર અંતે બ્રેક
Next articleસોહરાબુદ્દીન-તુલસી એન્કાઉન્ટર : અમિત શાહ અને ત્રણ આઈપીએસ મુખ્ય કાવતરાખોર હતા