પુનમ ગુપ્તા પ્રથમ મહિલા સીઇએ બને તેવી શક્યતા

1283

દેશને ટુંક સમયમાં જ પ્રથમ મહિલા મુખ્ય આર્થિક સલાહકાર (સીઇએ) મળી શકે છે. અરવિન્દ સુબ્રમણ્યમની એક્શટેન્શનની અવધિ પૂર્ણ થઇ ગયા બાદ સરકાર હવે નવા ચહેરાની શોધખોળ કરી રહી છે. પુનમ ગુપ્તાના નામ પર ભારે ચર્ચા ચાલી રહી છે. પુનમ ગુપ્તા વર્લ્ડ બેંકમાં ભારતની મુખ્ય અર્થશાસ્ત્રી છે. આ પહેલા પુનમ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક ફાયનાન્સ એન્ડ પોલિસીમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ચેયર પ્રોફેસર હતા. તેમની સાથે જેપી મોર્ગનના ચીફ ઇન્ડિયા ઇકોનોમિસ્ટ સાજિદ ચિનોય અને ઇન્ડિયન સ્કુલ ઓફ બિઝનેસના કે કૃષ્ણમુર્તિ પણ મુખ્ય આર્થિક સલાહકારની રેસમાં સામેલ છે.

સરકારનુ કહેવુ છે કે આ એક વૈશ્વિક ઉથલપાથલનો દોર છે. આનો સામનો કરવા માટે કેટલાક પગલા લેવામાં આવી રહ્યા છે. જેથી સીઇએની નિમણૂંક કરવા પર કામ ચાલી રહ્યુ છે અને નિમણૂંકને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મોદી સરકારની અવધિ પૂર્ણ થવા આડે હવે વધારે સમય રહ્યો નથી તેની પણ ચિંતા કરવામાં આવી રહી નથી.

આ મામલે સરકારની વિચારધારાથી વાકેફ રહેલા સુત્રોએ કહ્યુ છે કે અમે નવા ચહેરાની શોધખોળ કરી રહ્યા છીએ. એક ખાસ સમિતી ઉમેદવારોના નામ પર વિચારણા કરી રહી છે. અરવિન્દ સુબ્રમણ્યમની નિમણૂંક પહેલા ત્રણ વર્ષ માટે કરવામાં આવી  હતી. ત્યારબાદ તેમને એક વર્ષ માટે એક્સટેન્શન આપવાનો નિર્ણંય કરવામાં આવ્યો હતો. આ એક્સટેન્શનની અવધિ પણ ઓગષ્ટ મહિનામાં ખતમ થઇ ગઇ હતી.

Previous articleજમ્મૂ-કાશ્મીરમાં પીડીપીએ કર્યો સરકાર બનાવવાનો દાવો, રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી
Next articleઆંદામાન નિકોબારના વન્યમાં અમેરિકી ટ્યુરિસ્ટની ક્રૂર હત્યા