સુપર સ્ટાર સલમાન ખાનની રોમાનિયન ફ્રેન્ડ તરીકે ભારતમાં આવેલી લુલિયા વન્તુુર હાલ હિન્દી ભાષા પર પૂરતો કાબુ મેળવવા સતત મહેનત કરી રહી હોવાની માહિતી મળી હતી. લુલિયાને હિન્દી ફિલ્મોમાં તકદીર અજમાવવાની ઇચ્છા છે. અગાઉ એવી વાત હતી કે એ અને સલમાન ખાન પરણી જવાનાં છે. પરંતુ પછી શું થયું કોણ જાણે, એ વાત ભૂલાઇ ગઇ. એ વિશે ન તો સલમાન કંઇ બોલે છે ન લુલિયા કંઇ કહે છે. લુલિયા ડાઇવોર્સી છે અને રોમાનિયામાં એ મોડેલિંગ તેમજ અભિનય કરી ચૂકી છે એમ કહેવાય છે. મુંબઇમાં એ કેટલાંક હિન્દી ગીતો ગાઇ ચૂકી છે અને પંજાબી ગાયક મિકા સિંઘ સાથે પણ ગીતો ગાઇ ચૂકી છે. એણે કહ્યું, કોઇ કંઇ કહે તો હું સમજી જાઉં છું પરંતુ હું પોતે હજુ હિન્દી ભાષામાં જવાબ આપી શકતી નથી. હું હિન્દી ભાષા પર પૂરતો કાબુ મેળવવાના પ્રયાસો કરી રહી છું જેથી ફિલ્મોમાં અભિનય કરવાની તક મળે તો મારા સંવાદો હું પોતે સારી રીતે બોલી શકું. ઉપરાંત અહીં લોકો સાથે વાતો કરવામાં પણ હિન્દી ભાષા મને મદદરૃપ નીવડે એ હું સમજી શકું છું. એટલે હાલ હું હિન્દી શિક્ષકની મદદથી ભાષા પર કાબુ મેળવવા મથી રહી છું.