ખુબસુરત સોફિયા વરગારા હવે ફિલ્મો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના ધરાવે છે. હાલમાં તે કોમેડી ટીવી સિરીઝમાં કામ કરી રહી છે. કોમેડી ટીવી સિરીઝમાં કામ પૂર્ણ કર્યા બાદ તે ફરી એકવાર ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઇચ્છુક છે. ટીવી સિરીઝ મોડર્ન ફેમિલીમાં તે દિન પ્રતિદિન લોકપ્રિયતા મેળવી રહી છે. આ ટીવી શો વર્ષ ૨૦૧૯ સુધી ચાલનાર છે. ત્યારબાદ તે ફરી એકવાર ફિલ્મોમાં ભૂમિકા કરવાની યોજના બનાવી રહી છે. તેની પાસે સારી ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. ૪૫ વર્ષની વયમાં પહોંચી હોવા છતાં તે હજુ ફિટનેસમાં અને ફિગરમાં નવી અભિનેત્રીઓને શરમાવે તેવી રહેલી છે. હાલમાં તેની એબીસી કોમેડી સિરીઝ ભારે લોકપ્રિયતા મેળવી રહી છે. તેની સતત બોલબાલા પણ જોવા મળી રહી છે. સોફિયાનુ કહેવુ છે કે તે ખુબ લકી છે કે તે વર્ષ ૨૦૦૯થી ગ્લોરિયાની ભૂમિકા અદા કરી રહી છે. હવે તેને આવા ટીવી રોલ મળનાર નથી તે બાબતથી તે વાકેફ છે. જેથી ફિલ્મોમાં કામ કરવા માટે ઇચ્છા ધરાવે છે. એક લોકપ્રિય મેગેઝિનને આપેલી મુલાકાતમાં સોફિયાએ કહ્યુ છે કે આ શોને પૂર્ણ કરવાની બાબત અમારા તમામ માટે ખુબ નિરાશાજનક બની રહેશે. કારણ કે દરેક કલાકારને આમાં મજા પડી રહી છે. તે કબુલાત કરતા કહે છે કે એક્ટિંગ તેના માટે નવી બાબત છે. તે ક્યારેય એક્ટિગમાં કોઇ ક્લાસમાં ગઇ નથી. ફિલ્મોમાં સારી ભૂમિકા અદા કરવા માટે ઇચ્છા રાખે છે. તે કોમેડી શોને લઇને વધારે ખુશ અને આશાવાદી છે. સોફિયા હાલમાં પોતાના સાથી કલાકારોની પ્રશંસા કરતા પણ થાકતી નથી. તે કહે છે કે તમામના પ્રયાસના કારણે જ આ શોને તમામ લોકો પસંદ કરી રહ્યા છે. જો સારા રોલ મળશે તો તે બીજા શો પણ કરવા માટે ઇચ્છુક છે. હાલમાં તેની પાસે કેટલાક પ્રોજેક્ટ હાથમાં છે. જેને લઇને તે ખુબ સક્રિય છે. તે કામ હવે ટુંકમાં જ હાથમાં લેનાર છે.