રાજકિય અસ્તિત્વ ન મળતા ચુંવાળીયા કોળી સમાજની મતદાન બહિષ્કારની ચિમકી

875
bvn20112017-8.jpg

હાલ જયારે બંને મોટી રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે ત્યારે જે સમાજના લોકોને માંગણી બાદ પણ ટીકીટ નથી મળ્યો તે સમાજ ચીમકી ઉચ્ચારી રહ્યો છે.કોળી સમાજ કે જેમાં પણ તળપદા અને ચુવાળીયા બે ભાગ હોય ત્યારે માત્ર તળપદા કોળી સમાજના લોકોને જ પક્ષ ટીકીટ આપતો હોય અને આઝાદી બાદ ચુવાળીયા કોળી સમાજના લોકોને ટીકીટ અથવા મહત્વના હોદ્દા પર સ્થાન બાબતે અન્યાય કરવામાં આવતો હોય ત્યારે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ ના ચુવાળીયા કોળી સમાજના આગેવાનો આજે સોનગઢ ખાતે એકઠા થયા હતા અને જો ટીકીટ નહિ મળે તો ત્રણ પ્રકારની ચીમકી જેમાં મતદાન બહિષ્કાર-નાટો નો ઉપયોગ તેમજ અપક્ષ ઉમેદવારી ની ચીમકી ઉચ્ચારી છે.
હાલના સમયની ચુંટણી જ્ઞાતિ આધારિત સમીકરણો સાથે લડાઈ રહી છે.તમામા સમાજના લોકો પોતાના સમાજના વ્યક્તિને ટીકીટ મળે તે માટે રજૂઆત કરી રહ્યા છે.જેમાં જે સમાજના લોકો ને ટીકીટ પક્ષો એ આપી છે તેઓ રાજી થયા છે જયારે અનેક સમાજ કે જેના વ્યક્તિને ટીકીટ નથી મળી તેઓ માં ભારે નારાજગી પ્રવર્તી છે. આવો જ એક સમાજ એટલેકે ચુવાળીયા કોળી સમાજ કે જેમાં તેમના સમાજના વ્યક્તિને ટીકીટના મળતા ભારે રોષે ભરાયો છે. નારાજ ચુવાળીયા કોળી સમાજના સૌરાષ્ટ્ર અને કચ્છ આગવાનો દ્વારા ભાવનગર ના સિહોર ખાતે તેમજ સોનગઢ ખાતે મીટીંગ યોજાઈ હતી. જેમાં હાલ ભાવનગર જીલ્લાની સાત બેઠકો તેમજ સૌરાષ્ટ્ર કચ્છ ની ૫૬ બેઠકો માંથી એક પણ જગ્યા પર સમાજના વ્યક્તિને ટીકીટ ના આપતા ભારે રોષ સાથે એવી જાહેરાત કરી હતી જયારે સૌરાષ્ટ્ર અને કચ્છ ના મળી ને કુલ એક કરોડ ૩૦ લાખ થી વધુ મતદારો હોય જેમાં ચુવાળીયા કોળી સમાજના જ ૧૦ લાખ ૮૦ હજાર મત હોય જેથી એક બેઠક પર અંદાજીત ૧૯ હજાર નું મતદાન ચુવાળીયા કોળી સમાજનું હોય અને જે નિર્ણાયક સાબિત થાય તેમ હોય ભાજપ પાસે આ સમાજના લોકો ની ટીકીટ ની માંગ બાબતે અન્યાય કરવામાં આવતા સમાજના લોકો દ્વારા મતદાન બહિષ્કાર-નાટો નો ઉપયોગ અથવા સમાજના લોકો અપક્ષ ઉમેદવારી કરી પોતાનો વિરોધ નોંધાવશે તેવી ચિમકી અપાઈ હતી.

Previous articleઅકસ્માતે મૃત્યુ પામેલાને શ્રધ્ધાંજલી
Next articleપાલીતાણામાં ચૂંટણી સમયે તસ્કરો બેખોફ : પ દુકાનોના તાળા તુટ્યા