પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સોશિયલ એન્જિનિયરીંગના પ્રયોગોનો અશ્વમેઘ દેશમાં દોડી રહ્યો છે. ૨૦૦૧થી ગુજરાતમાં અપરાજિત એવા મોદી હવે દેશમાં એક પ્રયોગો કરી રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષોમાં હિંદી બેલ્ટમાં મોદીની એક ચમક દેશ અને દુનિયાએ જોઈ છે. પણ, ૨૦૧૪માં ગુજરાત છોડ્યા પછી તેમના ઘરમાં જ પ્રભાવી અને મોટા સમૂદાયની નારાજગી મોદીને પરવડે તેમ નથી. એટલે જ નરેન્દ્ર મોદી તેને સુધારવા માટે એક વિરાટ પગલું ભરી રહ્યાં છે.
ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં કડવા પાટીદાર સમાજ દ્વારા વૈષ્ણોદેવી સર્કલ પાસે ૨ લાખ ચોરસ મીટરમાં ૧૦૦૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલ માં ઉમિયાધામનો શિલાન્યાસ કરશે. આ જમીન પર ઉમિયા માતાનું ભવ્ય મંદિર બનશે. પાટીદાર એમ્પાવરમેન્ટ હબ પણ બનશે. સાથે પાટીદારોના જીવનશૈલી આધારિત એક મ્યુઝિયમ પણ અહીં બનશે.
મળતી માહિતી અનુસાર, પીએમ મોદીને આ ઉમિયાધામ કોમ્પલેક્ષના શિલાન્યાસ માટે ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જે પીએમ મોદી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.