પાલીતાણામાં તળાજા રોડ પર ગઈકાલે રાત્રિના એક સાથે પ દુકાનોના શટર તોડી તસ્કરો રોકડની ચોરી કરી નાસી છુટ્યા હતા. તેમાં એક હેર કટિંગની, લેથની, એગ્રોની દુકાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાલીતાણા એસ.ટી. રોડ પર આવેલ એક ઈલેકટ્રોનિકસની દુકાનનું પણ તાળુ તુટયું છે. તમામ દુકાનોના ગલ્લામાં રહેલા રોકડ રકમ ચોરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.
એક સાથે પાંચ દુકાનોના તાળા તુટતા પોલીસની કામગીરી અંગે સવાલ ઉઠવા પામ્યા છે. ચૂંટણીના માહોલમાં પોલીસ બંદોબસ્ત દિવસ-રાત હોવા છતા આવા બનાવો બને તો પ્રજાનું શું પોલીસ ઉપરથી પ્રજાનો વિશ્વાસ ઉઠતો જાય છે. નાઈટ પેટ્રોલીંગ હોવા છતા જો દુકાનના શટરો તુટે તો પોલીસ શું કરે છે. પાલીતાણાની જનતા સવાલ ઉઠાવે છે. આ અંગે પોલીસ સ્ટેશને પુછતા પોલીસે એવું કહેલ કે અમને આ વાતની જાણ નથી. જો કે મોડીસાંજ સુધી હજુ કોઈ ફરિયાદ નોંધાવાઈ ન હતી.