મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠા જાતિને અનામત આપવાની જાહેરાતથી પાટીદાર નેતાઓ ફરી સક્રિય થયા છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સહિત ગુજરાત ૨૫ પાસ કન્વીનર ઓબીસી પંચને મળવા ગયા હતા અને તેમની સમક્ષ અનામત આપવા મુદ્દે રજુઆત કરી હતી. હાર્દિકના આ પ્રયાસને રેશ્મા પટેલે સમર્થન આપ્યું છે. રેશ્માએ કહ્યું કે અનામત મુદ્દે હું પહેલાથી જ પાટીદાર સમાજ સાથે છુ અને હમેશા તેમની સાથે જ રહીશ.
હાર્દિક પટેલે આજે ઓબીસી પંચ સમક્ષ અનામત મુદ્દે જે રજુઆત કરી તે પ્રયાસને મારો પુરો સમર્થન છે. હાર્દિકે ઘણા સમય બાદ કોંગ્રેસને પ્રાઈવેટ બીલ રાખવા કહ્યું. હું વાંરવાર કહેતી હતી કે પાટીદારોએ અનામતના સમર્થન માટે કોંગ્રેસ બિલ રજૂ કરે. આ માટે હું વિપક્ષ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને કેટલી વાર પત્રો લખ્યા છે પણ તેનો હજૂ સૂધી કોઈ જવાબ આવ્યો નથી. કોંગ્રેસના પ્રવક્તા અને અમુક કોંગ્રેસના કહેવાતા પ્રવક્તા મારી આ વાતનો વિરોધ પણ કર્યો છે કે કોંગ્રેસ બિલ કેમ રજૂ કરે? પણ આ વાતની ખુશી છે કે હાર્દિક પટેલે કોંગ્રેસને બિલ રાખવા માટે કહ્યું. અનામત મળે તે માટે હું પહેલાથી પાટીદાર સમાજની સાથે છું અને હમેશા તેમની સાથે જ રહીશ.
મરાઠા જાતિને અનામત આપવાની જાહેરાત કરતા તેની અસર મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં વધુ થઇ છે. આજે હાર્દિક પટેલના ગ્રીનવૂડ નિવાસસ્થાનેથી ગુજરાત પાસના ૨૫ કન્વીનરો પછાત વર્ગો માટેના ઓ.બી.સી.પંચને મળવા માટે ગયા હતા. જ્યાં પાટીદારોને અનામત આપવા મુદ્દે ઓ.બી.સી. પંચ સમક્ષ રજૂઆત કરી હતી. ત્યાર બાદ હાર્દિક પટેલે કહ્યું કે, ૩ વર્ષના અંતે ઓબીસી કમિશનને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અનામત મળે એવા પૂરા ચાન્સ છે. ઓબીસી પંચ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. બંધારણના નામે અત્યાર સુધી ગુમરાહ કરવાનું કામ કર્યું છે. હું ઓબીસી પંચનો આભાર માનું છું.