મધ્યપ્રદેશ : સ્કુલવાન-બસ ટકરાતા ડ્રાઈવર સહિત છ બાળકોના મોત

546

મધ્યપ્રદેશના સતના જિલ્લા હેડક્વાર્ટરથી આશરે ૪૦ કિલોમીટરના અંતરે સ્થિત બીરસિંહપુરની નજીક આજે વહેલી સવારે સ્કુલી બાળકોથી ભરેલી એક બોલેરો અને બસની ટક્કરથી ભારે ખુવારી થઇ હતી. આ અકસ્માતમાં છ બાળકો સહિત સાત લોકોના મોત થઇ ગયા હતા. આ બનાવમાં બંને વાહનોમાં રહેલા ૧૦થી ૧૨ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં પાંચ સ્કુલી બાળકો છે જ્યારે પાંચથી સાત બસ યાત્રી છે. કેટલાક સ્કુલી બાળકોની હાલત ગંભીર જણાવામાં આવી છે જ્યારે બસમાં રહેલા લોકોને નજીવી ઇજા થઇ છે.  કેટલાક બાળકોની હાલત ગંભીર જણાવવામાં આવી છે. સતનાના પોલીસ અધિકારી સંતોષસિંહે માહિતી આપતા કહ્યું છે કે, આજે સવારે ૮થી ૮.૩૦ વચ્ચે બોલેરો અને બસ વચ્ચે ભીષણ દુર્ઘટના થઇ હતી જેમાં બોલેરોમાં રહેલા છ બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃત્યુ પામેલા સ્કુલી બાળકોમાંથી ચાર વિદ્યાર્થીઓ અને બે વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. તમામની વય ૧૦-૧૫ વર્ષની વય હોવાનું જાણવા મળ્યું છે. જો કે, પ્રારંભિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ બનાવમાં સાત બાળકો સહિત આઠ લોકોના મોત થયા હતા.

જો કે, મોડેથી આ અહેવાલને સમર્થન મળ્યું ન હતું અને મોતનો આંકડો છ બાળકો સહિત સાત લોકો કરવામાં આવ્યું હતું. દર્ઘટનાના સમયે આ વિદ્યાર્થીઓ બોલેરોથી લકી કોન્વેન્ટ સ્કુલ જઈ રહ્યા છે. બસ રિવાથી ચિત્રકુટ તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. એમ માનવામાં આવે છે કે, જિલ્લા કલેક્ટરે બનાવમાં મેજિસ્ટ્રેરિયલ તપાસના આદેશ આપી દીધા છે.

Previous articleજમ્મુ કાશ્મીર : કુલગામમાં સેનાના કેમ્પ પર હુમલો થયો
Next articleકરતારપુર કોરિડોરને કેબિનેટની મંજુરી : શીખ સમુદાય ભારે ખુશ