પાકિસ્તાન સામે વધુ એક સર્જિકલ સ્ટ્રાઇકને નકારી ન શકાય : રાવત

2347

પાકિસ્તાન તેની નાપાક હરકતો જારી રાખી રહ્યુ છે. પાકિસ્તાનની હરકત વચ્ચે આર્મી ચફ બિપિન રાવતે કહ્યુ છે કે સરહદ પાર ત્રાસવાદીઓના લોન્ચ પેડને ફુંકી મારવા માટે ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી શકે છે. તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાન સતત સરહદ પારથી ત્રાસવાદી ગતિવિધીને ટેકો આપે છે. આવી સ્થિતીમાં ભારત કઠોર પગલા લેવા માટે મજબુત થઇ શકે છે.

આર્મી ચફે કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૬માં પાકિસ્તાની સંસ્થાઓને કઠોર સંદેશ આપવાના ઇરાદાથી સર્જિકલ હુમલા કરવામાં આવ્યા  હતા. જનરલ રાવતે કહ્યુ હતુ કે અમે કહેવા માંગીએ છીએ કે જો તમે આ પ્રકારની ગતિવિધી જારી રાખશો તો અમે સરહદ પાર રહેલા કેમ્પોને ફુંકી મારવા માટે ખચકાટ અનુભવ કરીશુ નહીં. આશા મુજબ સારા પરિણામ નહીં મળે તો કાર્યવાહી કરવામાં આવશે.

અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધવિરામના ભંગ અંગે તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાની સેના ત્રાસવાદીઓને સરહદમાં ઘુસાડી દેવા માટે ગોળીબાર કરે છે. ગોળીબારના કારણે ત્રાસવાદીઓને ભારતમાં ઘુસી જવાન તક મળી જાય છે. ભારતીય સેનાનુ ધ્યાન ભંગ કરવા માટે આ પ્રકારે ગોળીબાર કરે છે. એલઓસી ઉપર યુદ્ધ વિરામની ઘટનાઓના સંદર્ભમાં જનરલ રાવતે કહ્યું હતું કે, પાકિસ્તાની સેના ખુલ્લીરીતે આતંકવાદીઓને ટેકો આપે છે. જનરલ રાવતે અગાઉના નિવેદનને દોહરાવતા કહ્યું હતું કે, પથ્થરબાજ પણ આતંકવાદીઓને સમર્થન આપી રહ્યા છે. જે લોકો આતંકવાદ વિરોધી ઓપરેશન આડે અડચણો ઉભી કરી રહ્યા છે તે લોકો પણ તે સંગઠનોના હિસ્સા તરીકે હોય છે. જમ્મુ અને કાશ્મીરના લોકોની સામે હિંસા ફેલાવે છે તે લોકોને બોધપાઠ ભણાવવાની જરૂર છે. આર્મી ચીફે કહ્યું હતું કે, આતંકવાદીઓ બાદ આર્મી એવી ખાતરી કરવા માંગે છે કે તેઓ કાશ્મીરના લોકોની સામે હિંસા ફેલાવી શકે નહીં. જે લોકો પણ આતંકવાદ સામે હિંસા ફેલાવવા ઇચ્છુક છે તે લોકો ત્રાસવાદી ગતિવિધિમાં સામેલ હોય છે. રાવતે કહ્યું હતું કે, ત્રાસવાદીઓ સીધીરીતે ખીણના યુવાનોને ટાર્ગેટ બનાવે છે જે જોખમમાં તેમની સાથે થઇ જાય છે. પથ્થરબાજો નિર્દોષ યુવાનો હોય છે. તમામની વય ૧૫થી ૧૭ વર્ષની હોય છે જ્યારે ૨૫થી ૨૬ વર્ષની વયના થઇ જાય છે ત્યારે ત્રાસવાદી બનવા માટે ગ્રેજ્યુએટ થઇ જાય છે.

પથ્થરબાજ હકીકતમાં આતંકવાદના પ્રથમ તબક્કા તરીકે છે. આર્મી ચીફે કહ્યું હતું કે, સેના હવે પથ્થરબાજોનો સામનો કરવામાં પણ વધારે કુશળ છે. લશ્કરી જવાનોની સામે ફેક એકાઉન્ટરના આરોપ પર રાવતે કહ્યું હતું કે, આમા મોટાભાગના મામલા પાછળ ચોક્કસ એજેન્ડા હોય છે. તેઓ નક્કરપણે માને છે કે, એન્કાઉન્ટરમાં કોઇપણ મોતની ફરિયાદ તેના પરિવારના લોકો તરફથી કરવામાં આવે તે જરૂરી છે પરંતુ કોઇ ત્રીજી પાર્ટી તરફથી આક્ષેપ કરવામાં આવે છે.

Previous articleહવે તમામ સંસદીય ક્ષેત્રમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલાશે
Next articleમોતીતળાવ VIPમાં કચરો સળગ્યો