રાજય વિધાનસભામાં આ વર્ષે ૧૫૦થી વધુ બેઠકો મેળવવાનો સંકલ્પ કરી ચુકેલી ભારતીય જનતાપાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર માટે તેના સ્ટારપ્રચારકોની યાદી જાહેર કરી છે.આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ,એલ કે અડવાણી, ઉમા ભારતી,નાણાંમંત્રી અરૂણ જેટલી,ગડકરી સહિતનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપના જે ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઈ છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,અમિત શાહ, એલ.કે.અડવાણી, રાજનાથસિંહ, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ, નિતીન ગડકરી, રામલાલજી, ઉમા ભારતી, જે ઓરમ, મુખ્તાર અબ્બાસ નકવી, નરેન્દ્રસિંહ તોમર, સ્મૃતિ ઈરાની, ડો.જિતેન્દ્ર સિંહ, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, જસવંતસિંહ ભાભોર, ભૂપેન્દ્ર યાદવ, વી.સતીશ, જીતુભાઈ વાઘાણી, વિજય રૂપાણી, શિવરાજસિંહ ચૌહાણ, વસંધરારાજે, યોગી આદિત્યનાથ, દેવેન્દ્ર ફડનવીસ, નિતીન પટેલ, સુશીલકુમાર મોદી, આનંદીબહેન પટેલ, આર. સી.ફલદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, ભીખુભાઈ દલસાણીયા, શુંભુનાથ તુંડિયા, પરેશ રાવલ, હેમામાલીની, મનોજતિવારી, હિરાભાઈ તિવારી, હર્ષદગીરી ગોસાઈ, પ્રદિપસિંહ વાઘેલા, રાજુભાઈ ધ્રુવનો સમાવેશ થાય છે.