ઘોઘામાં દરિયાની વચ્ચે આવેલા ભંગણપીરના સંદ શરીફ ઘોઘાના મુખ્ય માર્ગો પર ફર્યુ હતું. જેમાં સિદી ધમાલએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું.
આ દરગાહ દરિયાની વચ્ચે આવેલ છે છતાં પણ દરિયામાં ગમે તેવી ભરતી હોય તો ઓન દરગાહના ઓટલા પર કયારેય દરિયાના પાણી આવતા નથી, તેમજ અહીંયા એક પથ્થર છે. જેના પર નાનો પથ્થર મારવાથી સિક્કા જેવો અવાજ આવે છે.
દરિયા વચ્ચે જમવાની, પાણી, મંડપ વિગેરેની સુવિધા કરવી ખુબ જ કઠિન હોય છે છતાં પણ અહીંના મફતનગર વિસ્તારના કોળી સમાજના યુવાનોએ જહેમત ઉઠાવીને ઉર્ષમાં આવેલ તમામ લોકો માટે પ્રસાદીનું આયોજન કર્યું હતું. જેમાં કોમી એકતાના દર્શન થયા હતાં.